વેપાર

આયાતકારો-નિકાસકારો, સ્ટાર્ટઅપ્સ માટે ટ્રેડ ઈન્ટેલિજન્સ પોર્ટલ નવી દિશા ખોલશેઃ ગોયલ

નવી દિલ્હીઃ ટ્રેડ ઈન્ટેલિજન્સ ઍન્ડ એનાલિટિક્સ (ટીઆઈએ) પોર્ટલ આયાતકારો, નિકાસકારો, સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ માટે નવી દિશાઓ ખોલશે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું.

અત્રે પોર્ટલનો શુભારંભ કરતા તેમણે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ નિકાસકારોને અત્યાર સુધીમાં ભારતે વિવિધ દેશો સાથે કરેલા મુક્ત વેપાર કરારનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદરૂપ થશે. ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સ દ્વારા વિકસાવવામાં આવેલા ટીઆઈએ પોર્ટલ એ એક વન સ્ટોપ ટ્રેડ ઈન્ટેલિજન્સ અને એનાલિટિક્સ પ્લેટફોર્મ છે જે વૈશ્વિક અને સ્થાનિક વેપારની આંકડાકીય માહિતી એકીકૃત કરવાની સાથે બૃહત આર્થિક પરિમાણોને ધ્યાનમાં લઈને તેનું 270થી વધુ માડૅલમાં વિશ્લેષણ પણ કરે છે.

આ પણ વાંચો: ઉત્પાદન વધારવા એસઈઝેડ માટે રાહતનાં પગલાંની શક્યતા તપાસતી સરકારઃ ગોયલ

આ પ્લેટફોર્મ ભારત અને વૈશ્વિક વેપાર, કૉમૉડિટીઝ અને ક્ષેત્રનુસાર વિશ્લેષણ, બજાર માહિતીઓ, નિકાસની તકો ઉપરાંત સ્પર્ધાત્મક વિશ્લેષણ પર વાસ્તવિક સમયને આધારે સ્પર્ધાત્મક વિશ્લેષણ પૂરું પાડે છે. વધુમાં તેમાં પીએલઆઈ (પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ) સ્કીમ હેઠળ સંકળાયેલા મહત્ત્વપૂર્ણ એવા ખનીજ સહિતનાં ઉત્પાદન ક્ષેત્ર માટે સ્વયં સંચાલિત ધોરણે વેપારના અહેવાલ તૈયાર થાય છે અને ઉત્પાદન ક્ષેત્ર માટે બજારના વલણના ટ્રેકિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં ડિપાર્ટમેન્ટના આર્થિક સલાહકાર વન્લારમ સાંગાએ જણાવ્યું હતું કે આ પોર્ટલને ખાસ કરીને હિસ્સેધારકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેમ જ હિસ્સેધારકોના પ્રતિસાદને ધ્યાનમાં લેતા તેમાં હજુ સુધારાવધારા પણ કરવામાં આવશે. એકંદરે આ પ્લેટફોમ કેન્દ્રીય ડિજિટલ હબ તરીકે પણ કાર્ય કરશે જે સ્થાનિક અને વૈશ્વિક ડેટાનેને એક સંકલિત યંત્રણામાં એકીકૃત કરશે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button