વેપાર

સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી

ડૉલર નબળો પડતાં સોનામાં ₹ ૩૫નો અને ચાંદીમાં ₹ ૯૧૭નો ઘટાડો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આ સપ્તાહ દરમિયાન જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ, આ મહિનાના અંતે યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક તથા અન્ય કેન્દ્રવર્તી બૅન્કોની બેઠક પર હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણે ભાવ કિલોદીઠ રૂ. ૯૧૭ ઘટી આવ્યા હતા.

જ્યારે સોનામાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫ ઘટી આવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી રાજ્ય સરકારે જાહેર રજા જાહેર કરી હોવાથી સ્થાનિક બજાર બંધ રહી હતી.

દરમિયાન ગઈકાલે નાણા મંત્રાલયે જ્વેલરી બનાવવામાં વપરાતા સોના અને ચાંદીના તારણો (ફાઈન્િંડગ્સ) અને કિંમતી ધાતુઓના સિક્કાઓ પરની આયાત જકાત જે ૧૦ ટકા હતી તે વધારીને ૧૫ ટકા કરી છે. તેમ જ આમ હવે સોના અને ચાંદીના ફાઈન્ડિંગ્સ અને કિંમતી ધાતુઓના સિક્કા પર આયાત ડ્યૂટી હવે ૧૫ ટકા રહેશે. આમાં ૧૦ ટકાની બેઝિક કસ્ટમ ડ્યુટી (બીસીડી) અને એઆઈડીસી (એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ)નાં પાંચ ટકાનો સમાવેશ થાય છે, એમ એક નોટિફિકેશનમાં જણાવાયું છે.

દરમિયાન આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીનેે .૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૧૭ ઘટીને રૂ. ૭૦,૩૧૧ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલને અવગણીને સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો તથા વપરાશકારોની લેવાલી નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૧૦૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨,૩૫૫ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૦૨૬.૯૫ ડૉલર અને ૨૦૨૮.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૨૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button