ટીન, કોપર અને બ્રાસ શીટ કટિંગ્સમાં જળવાતી પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની માગ ખૂલવાના આશાવાદે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ખાસ કરીને કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ટીન, કોપર અને બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૫નો ઘટાડો આવ્યો હતો, જ્યારે નિકલમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધી આવ્યા હતા અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ધાતુ બજારમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યા હતા. જોકે તેમાં એકમાત્ર નિકલમાં ઘટ્યા મથાળેથી વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૧૪૩૩ના મથાળે રહ્યા હતા.
આજે ટીનમાં સ્ટોકિસ્ટોની સતત ત્રીજા સત્રમાં આક્રમક વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૫ ઘટીને રૂ. ૨૧૨૫ના મથાળે રહ્યા હતા, જ્યારે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૬૮૪, રૂ. ૬૪૬ અને રૂ. ૭૫૦ તથા કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ .એક ઘટીને અનુક્રમે રૂ. ૭૦૬, રૂ. ૬૯૭ અને રૂ. ૫૦૪ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટાછવાયા કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. ઉ