વેપાર અને વાણિજ્ય

ખાંડમાં મિલો પાછળ નાકા ડિલિવરી ધોરણે વધુ ₹ ૧૦ ઘટ્યા

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ મર્યાદિત રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં ભાવ ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦માં થયાના અહેવાલ હતા. આમ મથકો પરનાં નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સતત બીજા સત્રમાં નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો, જ્યારે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. છનો સાધારણ ગુણવત્તાલક્ષી ઘટાડો આવ્યો હતો અને મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. જોકે, આજે હાજરમાં માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. છ ઘટીને રૂ. ૩૭૦૬થી ૩૭૮૫ના મથાળે થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…