વેપાર અને વાણિજ્ય

સફળતા માટે નસીબ નહીં આવડત જરૂરી છે

ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ

આપણે રોજબરોજની જિંદગીમાં અનુભવ્યું છે કે જ્યારે પણ કોઇ વ્યક્તિની સફળતા અંગે લોકો વાતો કરતા હોય છે ત્યારે તેનો શ્રેય તેના નસીબ, ફેમિલી બેકગ્રાઉન્ડ, તેને કોઇએ કરેલી સહાયતા, રાઇટર ટાઇમે રાઇટ એન્ટ્રી, લાગવગ વગેરેને આપીને સંતોષ મેળવીયે છીએ કે જો મને પણ આવો ચાન્સ મળ્યો હોત તો હું પણ એટલો જ સફળ થઇ શકતે, બહુ ઓછા કિસ્સાઓમાં સફળતાનો શ્રેય તે વ્યક્તિની કાબેલિયત અને બુદ્ધિ ચાતુર્યને આપવામાં આવે છે.

જે લોકો સર્વિસ કરતાં હોય છે તેમાનાં મોટા ભાગનાનું માનવું છે કે તેઓના નસીબમાં સર્વિસ જ છે. બહુ ઓછા લોકો જોવા મળશે કે તેઓ એમ માનતા હશે કે આ નોકરી તો બિઝનેસ એન્ટરપ્યોનર થવાનું પહેલું કદમ છે. આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવી છે કે જાણે નોકરી કરતા કરતા ધંધાની લાઇન શોધી.

હાવર્ડ સ્કઝ : (ઇંજ્ઞૂફમિ જભવીહિું)
૧૯ જુલાઇ ૧૯૫૩ના જન્મેલા હાવર્ડે તેની કારકિર્દીની શરૂઆત સ્વીડનની હમરપ્લાસ્ટ કંપની કે જે પ્લાસ્ટિકના થર્મોસિસ બનાવતી હતી તેના અમેરિકાના સેલ્સ રિપ્રેઝેન્ટેટીવ તરીકે હતી. એક દિવસ તેણે નોટિસ કર્યું કે અમેરિકાના એક ગ્રાહક બહુ મોટી સંખ્યામાં આ પ્લાસ્ટિક થર્મોસ અને કોફી મેકર્સની ખરીદી કરે છે. તેેને થયું કે તપાસ તો કરીએ કે એવું તો આ ધંધામાં શું છે કે તેઓ આટલી મોટી ખરીદી કરે છે.

માહિતી મેળવવા ખબર પડી કે આ કંપની ગ્રાહકોની કૉફી બિન્સ અને તૈયાર કૉફી વેચે છે. હાવર્ડને લાગ્યું કે કૉફી મેકર્સ વેચવા કરતા તૈયાર કૉફી વેંચવામાં પૈસા કમાવાની તકો વધારે છે. એટલે ૧૯૮૨માં તેની સ્વિડિશ કંપનીની નોકરી છોડી આ કંપનીમાં જોડાઇ ગયા.

આજ સમયગાળા દરમિયાન હાવર્ડે ઇટલીના મિલાન શહેરની મુલાકાતે ગયેલા અને જોયું કે મિલાનમાં શોપની બહાર લોકો ટેબલ ખુરશી પર એસપ્રેસો કૉફીનો આનંદ લેતા ગમ્મત કરતા હતા. બિઝનેસની વાતો કરતા હતા, યુવાનો ગપ્પા મારતા હતા. તેને લાગ્યું કે આ કૉફી જોઇન્ટસનું ભાવી બહુ ઉજળું છે, અમેરિકા આવીને તેણે તેનો અનુભવ તેના એમ્પ્લોયરને જણાવ્યું અને કહ્યું આવા કૉફી જોઇન્ટસ તેમણે શરૂ કરવા જોઇએ. અમેરિકન બોસીસને હાવર્ડની આ વાતમાં બહુ વજુદ ના લાગ્યું પણ હાવર્ડને છૂટ આપી કે કૉફી શોપના એક કોર્નરમાં તે એસપ્રેસો કૉફીનું મશીન તેના ખર્ચે મૂકીને આ પ્રયોગ કરી શકે છે.

હાવર્ડે આ કોર્નરથી તેની એસપ્રેસો કૉફી વેંચવાની શરૂઆત કરી. હાવર્ડનો આ ક્ધસેપ્ટ એટલો બધા લોકોને પસંદ આવી ગયો કે સ્ટાર બકસ કૉફી શોપમાં તેની એસપ્રેસો કૅાફીના ધંધાનું ટર્નઓવર ખૂબ જ વધી ગયું.

હાવર્ડે તેના એકસ્પાનસન માટે તેણે તેના ફ્રેન્ડ સર્કલ અને ઇન્વેસ્ટર્સને સમજાવ્યું કે જો તેઓ તેના આ ધંધામાં ભાગીદાર બનશે તો તેમને પણ ભવિષ્યમાં ઉચ્ચું વળતર મળશે. અને આમ સ્ટારબક્સ કૉફીની વિસ્તરણની યોજના શરૂ થઇ.

૯૦ના દશકામાં રોજના એક સ્ટોરના હિસાબે સ્ટાર બકસની રોજ એક નવી શાખા દુનિયાના કોઇ પણ શહેરમાં ખુલતી હતી.

જે લેટેસ્ટ માહિતી ઉપલબ્ધ છે. તેના પ્રમાણે વિશ્ર્વના ૪૯ દેશોમાં સ્ટારબકસ કૉફીના ૧૭૧૩૩ પાર્લસ છે. જેમાંથી ૧૧૦૦૦ ઉપર તો માત્ર અમેરિકામાં જ છે. ૧૦૦૦ કેનેડામાં અને ૮૦૦ જાપાનમાં છે. એક લાખ ઉપર પાર્ટનર (એમ્પ્લોઇઝને પાર્ટનર કહેવામાં આવે છે) છે, રોજના ૪ કરોડથી વધારે ગ્રાહકો સ્ટારબકસમાં આવે છે અને વર્ષે અબજો ડૉલર્સનું ટનૅઓવર કરે છે. સ્ટારબકસ એ નેસ્ડેકમાં લિસ્ટેડ કંપની છે.

સ્ટારબકસ કૉફીની સફળતાનું રહસ્ય :
અમેરિકામાં મેકડોનાલ્ડ, બર્ગરકિંગ, ટાકોઝ, ડંકન ડુનટ વગેરે લોકો પણ સ્ટારબકસની જેમ જ કૉફીના વ્યવસાયમાં છે પણ સ્ટારબકસની સફળતાનું કારણ છે કે તે તેના સ્ટાફની પૂરતી કાળજી લે છે. અમેરિકા જે હાલની ભયંકર આર્થિક મંદીમાંથી પસાર થઇ રહ્યુંં છે ત્યારે તેને સલાહ આપવામાં આવેલી કે કેઝયુલ વકર્સ છે તેની મેડિક્લ સુવિધાના ખર્ચમાં કાપ મૂકવાનો આ સારો મોકો છે ત્યારે તેની અવગણના કરીને કહ્યું કે સ્ટાફના વેલફેરના ખર્ચમાં તે જરા પણ કરકસર નહીં કરે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે સ્ટારબકસના પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં કૉફીના રો મટિરિયલ્સના ખર્ચ કરતાં વર્કર્સના મેડિકલ વેલ્ફેરના ખર્ચની રકમ વધારે છે! સ્ટાફ ઉપર પ્રેસરના આવે અને તેઓ કૉફીની ક્વોલિટીમાં ધ્યાન આપી શકે તેના માટે તેણે દરેક આઉટ લેટે વેચાણના માસિક આંકડા આપવાની પ્રથા નાબૂદ કરી.

એક સમય એવો આવ્યો કે સ્ટારબકસમાં નાણાકીય કટોકટી આવી અને હાવર્ડે તેનો દોષ સ્ટાફ ઉપર ઢોળવાના બદલે સ્વીકાર્યું કે તેના મિસેમેનેજમેન્ટના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. તેની એટલી પોઝિટિવ ઇફેકટ્સ આવી કે સ્ટાફે ઓછા પગારે કામ કરવાનું સ્વીકાર્યું.

૧૯૯૭માં જયારે કંપનીની સાઇઝ એટલી મોટી થઇ ગઇ કે હાવર્ડ માટે એ મુશ્કેલ હતું કે કંપનીના દરેક પાર્ટનરની સાથે વન ટુ વન મિટિંગ કરી શકે તેથી તેણે નક્કી કર્યું કે તે તેના અનુભવો એક પુસ્તક મારફત વ્યક્ત કરશે.

આ પુસ્તકનું નામ છે, “પોર યોર હાર્ટ ઇન્ટુ ઇટ. જે પણ સ્ટાફ મેમ્બર આ બુક વાંચશ તેને સ્ટારબકસની આખી સ્ટોરી સમજાઇ જાશે. આ બુકમાં હાવર્ડ તેના જીવનના પ્રસંગો ટાંકયા છે અને જણાવેલ છે કે કેવી રીતે સ્ટારબકસ આજે આ મુકામ પર પહોંચેલ છે. સ્ટારબકસ તેના સ્ટાફ અને તેના ફેમિલીનો કેટલો ખ્યાલ રાખે છે અને કંપનીના વિકાસમાં તેઓ ભાગીદાર થાય તેના માટે તેઓને સ્ટોક ઓપશન આપવામાં આવે છે તેની ચર્ચા પણ કરવામાં આવેલી છે.

હાવર્ડની સકસેસ સ્ટોરી કે જેમાં તેણે માત્ર એટલો સ્ટડી કર્યો કે શા માટે પ્લાસ્ટિક થર્મોસની ખરીદી આ ગ્રાહક કરે છે અને મિલાનમાં માત્ર કૉફી ન પીતા કૉફી પીતા લોકોના બિહેવિયરનો સ્ટડી કરીને અંદાજ કર્યો કે ભવિષ્યમાં શું થવાનું છે તેથી જો આપણે પણ દરેક કામ ખંતથી કરીએ અને રોજબરોજની જિંદગીમાં માત્ર મશીનની જેમ લાઇફ ના ગુજારતા એનાલિસીસ કરીએ તો ઘણી તકો મેળવી શકીએ જરૂર છે માત્ર પ્રેઝન્સ ઓફ માઇન્ડની.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો