વેપાર અને વાણિજ્ય

શેરબજારમાં તેજીને બ્રેક: નિફ્ટી ૨૧,૪૫૦ની નીચે લપસ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
શેરબજારમાં સોમવારે એકધારી તેજીને બ્રેક લાગી છે અને પ્રોફિટ બુુકિંગ વચ્ચે નિફ્ટી ૩૮ પોઇન્ટના ઘટાડા સાથે ૨૧,૪૫૦ની નીચે લપસ્યો હતો. એ જ રીતે, સેન્સેક્સ પણ ૧૬૮ પોઇન્ટના ઘટાડા સાથે ૭૧,૩૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

વૈશ્ર્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે, સ્થાનિક બેન્ચમાર્કે દિવસની શરૂઆત નકારાત્મક ટોન સાથે કરી હતી, પરંતુ નીચા મથાળે લેવાલીનો ટેકો મળતા રિકવરી પણ જોવા મળી હતી. સત્રના પૂર્વાર્ધમાં બેન્ચમાર્ક અથડાયેલો અને ફ્લેટ રહ્યો હતો, પરંતુ ઉત્ત્ારાર્ધમાં મંદીવાળાઓએ વેચવાલીનો મારો ચલાવીને બેન્ચમાર્કને રેડ ઝોનમાં ધકેલવામાં સફળતા મેળવી હતી.
નિફ્ટી પર પાવર ગ્રીડ કોર્પોરેશન, જેએસડબલ્યુ સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેંક, આઇટીસી અને ટેક મહિન્દ્રા ટોપ લુઝર્સ બન્યા હતા, જ્યારે બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, સન ફાર્મા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગેઇનર્સમાં સામેલ હતા.

સેકટરલ ઇન્ડાઇસિસમાં ફાર્મા ઇન્ડેક્સ એક ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૦.૭ ટકા, જ્યારે રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકા અને બેન્ક ઇન્ડેક્સ ૦.૫ ટકા ડાઉન હતા.

મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૩ ટકાના વધારા સાથે વ્યાપક સૂચકાંકોએ મુખ્ય સૂચકાંકોને પાછળ રાખી દીધા હતા, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫ ટકા વધ્યો હતો અને ઇન્ટ્રાડે ૪૨,૩૭૧.૯૬ પોઇન્ટની તાજી રેકોર્ડ ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન