આમચી મુંબઈવેપાર

શેરબજારમાં જોવા મળી તેજી, Sensex માં 1000 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ : ભારતીય શેરબજારમાં બુધવારે 7મી ઓગસ્ટે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડા બાદ સેન્સેક્સ 972.33 પોઈન્ટના વધારા સાથે 79,565.40 પર ખુલ્યો હતો. નિફ્ટી પણ 296.85 પોઈન્ટ ના વધારા સાથે 24,289.40 પર ખુલ્યો હતો.શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ 1046.13 પોઈન્ટના ઉછાળા સાથે 79,639.20 પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 313.9 પોઈન્ટ વધીને 24,306.45 પર ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટી સ્મોલકેપમાં 318 પોઈન્ટનો વધારો

નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1,054 પોઈન્ટ વધીને 56,570 પર અને નિફ્ટી સ્મોલકેપ 318 પોઈન્ટ વધીને 18,189 પર છે.

122 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો

સેન્સેક્સમાં લિસ્ટેડ તમામ 30 શેર વધારા સાથે ખૂલ્યા હતા. ઈન્ફોસિસ, M&M,મારુતિ સુઝુકી, વિપ્રો, ટેક મહિન્દ્રા, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોચના ગેનર્સમાં છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)પર, 1778 શેરમાં તેજી જોવા મળી અને 122 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો આજે તમામ ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. જેમાં ઓટો, આઈટી, ફિન સર્વિસ, ફાર્મા, મેટલ, રિયલ્ટી, મીડિયા અને એનર્જી શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button