વેપાર અને વાણિજ્ય

શૅરબજારમાં સતત ચોથા દિવસે મંદી: નિફ્ટી ૧૯,૬૭૫ની નીચે, સેન્સેક્સ ૨૨૧ પોઇન્ટ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના ડહોળાયેલા માનસ, સ્થાનિક સ્તરે એફઆઇઆઇની એકધારી વેચવાલી અને સપ્તાહના આ છેલ્લા સત્રમાં એચડીએફસી બેન્કમાં જોવા મળેલા ધોવાણ સાથે સેન્સેક્સમાં સતત ચોથા દિવસે મંદીનો માહોલ રહ્યો હતો. નિફ્ટી ૧૯,૬૭૫ની નીચે સરક્યો હતો, જ્યારે સેન્સેક્સ ૨૨૧ પોઇન્ટ ગબડ્યો હતો. સેન્સેક્સ ૨૨૧.૦૯ પોઇન્ટ અથવા તો ૦.૩૩ ટકાના ગાબડાં સાથે ૬૬,૦૦૯.૧૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૬૮.૧૦ પોઇન્ટ અથવા તો ૦.૩૪ ટકાના કડાકા સાથે ૧૯,૬૭૪.૨૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સ સત્ર દરમિયાન ૬૬,૪૪૫.૪૭ પોઇન્ટની ઊંચી અને ૬૫,૯૫૨.૮૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો.
અમેરિકા અને એશિયન બજારોના મિશ્ર સંકેત વચ્ચે સ્થાનિક બજારમાં નરમાઇ જોવા મળી હતી. જાપાનની સેન્ટ્રલ બેન્કે તેનો બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ માઇનસ ૦.૧ ટકાના સ્તરે યથાવત રાખ્યો છે, પરંતુ આગળ ડિફ્લેશનનો ભય ધ્યાનંમાં રાખીને વ્યાજદર અંગે સ્થિતિસ્થાપક વલણ રાખવાનો સંકેત આપ્યો છે. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ ૧૮૨૯.૪૮ પોઇન્ટ અથવા તો ૨.૬૯ ટકા અને નિફ્ટી ૫૧૮.૧૦ પોઇન્ટ અથવા તો ૨.૫૬ ટકા ગબડ્યો છે.વિપ્રો ૨.૩૨ ટકાના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લુઝર બન્યો હતો. અન્ય ઘટનારા મુખ્ય શેરોમાં એચડીએફસી બેન્ક, પાવરગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા મોટર્સનો સમાવેશ હતો. જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, મારુતિ, સ્ટેટ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ અને બજાજ ફિનસર્વનો સમાવેશ હતો. એસએમઇ સેગમેન્ટમાં ૨૫મીએ ત્રણ ભરણા આવી રહ્યાં છે. મૂડીબજારમાં સાક્ષી મેડટેક એન્ડ પેનનું જાહેર ભરણું ૨૫મીએ આવી રહ્યું છે. ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ્સ, મેડિકલ એક્સ-રે સિસ્ટમ્સ, ઓઇલ એન્ડ ગેસ, એવિએશન, રિન્યુએબલ હેલ્થ જેવા વિવિધ સેગમેન્ટમાં સેવા આપતી વૈવિધ્યસભર આ કંપનીનો આઇપીઓ ૨૭ સપ્ટેમ્બરે બંધ થશે. કંપની રૂ. ૯૨-૯૭ના ભાવે રૂ. ૪૫.૧૬ કરોડ એકત્ર કરશે. તેની બિડ લોટ ૧૨૦૦ શેરની છે. ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ છે. શેર એનએસઇ ઇમર્જ પર લિસ્ટ થશે.
ભારત સરકારની જામીનગીરી, ઇન્ડિયન ગવર્મેન્ટ બોન્ડ અથવા તો ગવર્મેન્ટ ટ્રેઝરી (જી-સેક) જેપી મોર્ગને તેના ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં આવતા વર્ષથી સામેલ કરશે એવી જેપી મોર્ગનની જાહેરાતને કારણે સવારના સત્રમાં સુધારો જોવા મળ્યો હતો કારણ કે તેને લીધે સરકારની બોરોઇંગ કોસ્ટ નીચી આવશે. જોકે આ સુધારો ઝાઝો ટકી શક્યો નહોતો.
કોસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રીઝની અગ્રણી બ્યુટી બ્રાન્ડ્સમાંની એક કલરબાર કોસ્મેટિક્સે પ્રોડક્ટ્સ એક્પસાન્શન હેઠળ ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખીને ક્યુરેટેડ લાઇન અપફોકસ પ્રોડક્ટ્સ બજારમાં મૂકી છે. કલરબાર પોતાના લગભગ ૧૨૦ સ્ટોર્સ છે, આશરે ૧૮૦૦ શોપ ઇન શોપ્સ અને આધુનિક ટ્રેડ આઉટલેટ્સ ઉપરાંત ૩૦૦૦ રિટેલ ટચપોઇન્ટ્સ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કંપની શ્રીલંકા, બાંગ્લાદેશ, તુર્કી, યુકે અને કેનેડામાં હાજરી ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણીવાર સારી કુશળતા હોવા છતાં ભાષાકીય અવરોધને કારણે અથવા તો કૌશલ્યના તફાવતને કારણે રોજગાર કે વ્યવસાયમાં આગળ વધવામાં નડતા અડચણોમાંથી માર્ગ કાઢવામાં મેજિક બિલિયન સહાય કરે છે. ભારતની આગામી પેઢીને આંતરરાષ્ટ્રીય રોજગાર અને કૌશલ્ય વિકાસની તાલિમ આપેે છે. અર્થતંત્રમાં આગામી તહેવારોની મોસમમાં ઉદ્યોગો અને વેપારીઓને ઘરાકી નીકળવાની અપેક્ષા છે ત્યારે ગણેશોત્સવમાં વિવિધ ઉદ્યોગોએ એ દિશામાં શરૂઆત કરી દીધી છે. ભારતના એકમાત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિએશન ગુડ ડિલિવરી ગોલ્ડ એન્ડ સિલ્વર રિફાઇનર એમએમટીસી-પીએએમપીએ ગણેશના ૯૯૯.૯ શુદ્ધ ૫૦ ગ્રામ ચાંદીના સિક્કા અને ૨૪ કેરેટ ૨ ગ્રામ સોનાના પેન્ડન્ટ બહાર પાડ્યા છે. સરકારી તંત્રો પણ પ્રવાસ પર્યટન ઉપરાંત તહેવારોમાંથી અર્થોપાર્જન માટે માર્ગ શોધી રહ્યાં છે. આ શ્રેણીમાં સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતા અભૂતપૂર્વ વૈશ્ર્વિક મેળાવડા, આંતરરાષ્ટ્રીય ગણેશ ઉત્સવ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હોવાનું મહારાષ્ટ્ર સરકારના પય્રટન વિભાગના મુખ્ય સચિવે જણાવ્યું હતું.
સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૯૨ ટકા, મારૂતી સુઝુકી ઈન્ડિયા ૨.૩૪ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૬૭ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૨ ટકા અને બજાજ ફિનસર્વ ૧.૧૧ ટકા વધ્યા હતા, જ્યારે વિપ્રો ૨.૩૨ ટકા, એચડીએફસી બેન્ક ૧.૫૭ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૫૦ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૩૪ ટકા અને સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ ૧.૨૬ ટકા ઘટ્યા હતા. આ સત્રમાં બધા ગ્રુપની કુલ ૧૩ કંપનીઓમાંથી સાત કંપનીઓને ઉપલી અને છ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો