
અમદાવાદઃ કેન્દ્ર સરકારે વસ્તુ અને સેવાઓ પર લગાવાતા જીએસટી દરમાં કપાત કરી છે અને સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત આપી છે. આ નવા દર દરેક વસ્તુમાં આજથી જ લાગુ પડ્યા છે અને વિક્રેતાઓને આ અંગે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.
શરદીય નવરાત્રીના પહેલા દિવસથી GST સુધારા લાગુ કરવામાં આવ્યા છે. આનાથી સામાન્ય માણસના રોજિંદા જીવનમાં જરૂરી ઘણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. રવિવારે રાષ્ટ્રને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 375 થી વધુ વસ્તુઓ સસ્તી થઈ છે. નવી GST સિસ્ટમ હેઠળ 5 અને 18 ટકા એમ બે ટેક્સ સ્લેબ જ લાગુ રહેશે. સરકારે સ્પષ્ટ માહિતી આપી હોવા છતાં લોકોના મનમાં સવાલ છે તો તેનું નિરાકરણ તમને આ આર્ટિકલ વાંચી મળી જશે.
આ પણ વાંચો:મથકો પાછળ સરસવમાં રૂ. 15ની નરમાઈ, અન્ય દેશી-આયાતી તેલમાં ટકેલું વલણ
નવી-જૂની એમઆરપીનું શું છે ચક્કર?
તમે માર્કેટમાં કે મોલમાં જાઓ અને તમને જે તે વસ્તુના પેકેટ પર ઘટાડેલી MRP ન દેખાઈ તો ગભરાશો નહીં. ઘટાડેલી MRP બજારમાં દરેક વસ્તુ પર દેખાશે નહીં. કારણ કે દુકાનદારો પાસે માલનો જૂનો સ્ટોક હશે. તેથી, તેના પર જૂની MRP દેખાશે. સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે માલ પર ઓછી કિંમતનું સ્ટીકર લગાવવું ફરજિયાત નથી, પણ તેમના બિલમાં ઘટાડેલી કિંમત જ હશે. આથી તમને લાભ મળશે. સરકારે નિર્દેશ આપ્યો છે કે દુકાનદારો 22 સપ્ટેમ્બરથી GST દર ઘટાડાને કારણે સસ્તી થયેલી વસ્તુઓ વેચે. એટલે કે, દુકાનમાં સ્ટોક નવો હોય કે જૂનો, ગ્રાહકોને નવા જીએસટી દર હેઠળના ભાવથી જ મળશે.
તમારું બિલ જોશો તો છેતરાશો નહીં
હવે તમારે ગ્રાહક તરીકે સર્તકતા રાખવાની છે અને એ જોવાનું છે કે તમારું બિલ ઘટાડેલા જીએસટી દર અનુસાર બને. બિલમાં સ્પષ્ટપણે જણાશે કે નવા દરો અનુસાર GST વસૂલવામાં આવ્યો છે કે નહીં. તમે તેની સરખામણી તે વસ્તુઓની યાદી સાથે કરી શકો છો જેના માટે GST દર ઘટાડવામાં આવ્યા છે. ઉપરાંત, તમે દુકાનદારને સીધુ પૂછી પણ શકો છો.
આ પણ વાંચો:GSTમાં ઘટાડાથી રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોને રૂ. 1.5 લાખ કરોડની બચત થશેઃ પ્રલ્હાદ જોશી
જો જૂના ભાવ જ વસૂલે દુકાનદાર તો?
હવે આવે છે મુખ્ય પ્રશ્ન કે જો કોઈ દુકાનદાર ઘટાડેલા જીએસટી રેટને બદલે જૂના જ ભાવ વસૂલવા પર ઉતરી આવે તો શું કરવું. તો આ માટે સરકારે પહેલેથી વ્યવસ્થા કરી જ છે. તમારે ટોલ ફ્રી નંબર 1800114000 અથવા 1915 પર કૉલ કરી અને ફરિયાદ કરવાની રહેશે. તમે 8800001915 મોબાઇલ નંબર પર SMS અથવા WhatsApp મેસેજ મોકલીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. તમે NACH એપ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો અને તેને ટ્રેક પણ કરી શકાય છે. તમે ગ્રાહક બાબતોના કેન્દ્રીય ખાતાની વેબસાઇટ https://consumerhelpline.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
આ પણ વાંચો:ટેરિફને કારણે નિકાસલક્ષી લઘુએકમોની નિષ્ક્રીય અસ્કાયમતોમાં વધારો થવાનું જોખમ
દુકાનદારો પણ આ જાણી લે
હવે તમને દુકાનદાર તરીકે એમ થાય કે આનાથી તો તમને નુકસાન છે તો ગભરાશો નહીં ડિસ્કાઉન્ટેડ GST દરે જૂનો માલ વેચીને તમને કોઈ નુકસાન થશે નહીં. સરકારના મતે દુકાનદાર GST રિટર્ન ફાઇલ કરતી વખતે આ રકમ એડજસ્ટ કરશે. હા, અમુક વસ્તુઓ એવી છે જેના ભાવ જેમ છે તેમ જ રહેશે, તેમાં જવાબ- ઘઉં, ચોખા, લોટ, કઠોળ, ફળો, તાજા શાકભાજી, દૂધ, દહીં, છાશ, મીઠું, ઈંડા, કુદરતી મધ અને પીવાના પાણી (પેકેજ્ડ સિવાય) ના ભાવ પર કોઈ અસર નહીં પડે. વધુમાં, પેટ્રોલ, ડીઝલ, સિલિન્ડર, સોનું, ચાંદી, સ્માર્ટફોન અને લેપટોપ પરના કર સમાન રહેશે.