વેપાર
ખાંડમાં નરમાઈ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની ખપપૂરતી માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડમાં ટેન્ડરોનાં વેપાર મિશ્ર વલણે થયા હતા, જેમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. પાંચના સુધારા સાથે રૂ. ૩૫૩૦થી ૩૫૮૦માં થયા હતા. જોકે આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ટકેલા ધોરણે થયા હતા, જ્યારે મથકો પાછળ નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ હોવા છતાં રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૮૨થી ૩૭૯૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૭૬થી ૩૬૯૨માં થયા હતા.