વેપાર
ખાંડમાં નરમાઈ

નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી રહેતાં ગઈકાલે વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ આસપાસના મથાળે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની ખપપૂરતી માગ જળવાઈ રહેતાં હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બેનો સાધારણ ગુણવત્તાલક્ષી સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું.
જોકે, મથકો પાછળ આજે નાકા ડિલિવરી ધોરણે ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો જોવા મળ્યો હતો.