વેપાર

વિશ્વ બજાર પાછળ ચાંદી વધુ Rs. 1418 અને સોનું Rs. 182 ઘટ્યું


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૫૮.૩૭ ડૉલર સુધી પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ પીછેહઠ જોવા મળી હોવાથી આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૨નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૧૮નો ઘટાડો આગળ વધ્યો હતો. જોકે, એકંદરે મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવની સ્થિતિ યથાવત્ રહી હોવાથી એકંદરે વિશ્વ બજાર પાછળ બન્ને કિંમતી ધાતુઓમાં મજબૂત અન્ડરટોન જળવાઈ રહ્યો હતો.

| Also Read: Gold Price Today : દિવાળી પૂર્વે સોનાના ભાવમાં ફરી વધારો, ચાંદીના ભાવ ઘટયા

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૧૮ના ઘટાડા સાથે રૂ. ૯૬,૦૭૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ ઘટી આવ્યા હતા, જેમાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૭૭,૭૫૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૮,૦૬૪ના મથાળે રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭૨૯.૩૫ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ૨૭૪૧.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૩૩.૪૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે છેલ્લા બે સત્રથી સોનામાં નફારૂપી વેચવાલીના દબાણે ભાવ સાધારણ ઘટી આવ્યા હોવા છતાં આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૦.૩ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે.

તાજેતરમાં સોના-ચાંદીને મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ તેમ જ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પરિણામોના અવઢવને કારણે સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે, જ્યારે ચાંદીને પ્રવર્તમાન માલખેંચની સ્થિતી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગનો પણ ટેકો મળી રહ્યો હોવાનું સપ્રોટ એસેટ્ મેનેજમેન્ટના માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ પૉલ વૉન્ગે જણાવ્યું હતું.

| Also Read: Gold Price Today : સોના- ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઇ,  ચાંદીનો ભાવ 1 લાખને પાર

હાલમાં રોકાણકારોની નજર આગામી દિવસોમાં યોજાનારી અમેરિકા અને ઈઝરાયલ દ્વારા પુન: શરૂ થનારીની શાંતિ માટેની વાટાઘાટો પર તેમ જ અમેરિકાની ચૂંટણીના પરિણામો ઉપરાંત આગામી ૬-૭ નવેમ્બરના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, યુરોપિયન બ્રોકર માઈન્ડ મનીના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર જુલીયા ખાન્દોસ્કોએ હાલના વૈશ્વિક અનિશ્ર્ચિતતાના પરિબળોને ધ્યાનમાં લેતા આગામી ત્રણ મહિનામાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૮૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker