વેપાર
ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી શૅરોમાં ચમકારો
મુંબઇ: સપ્તાહમાં ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી ઈન્ડેક્સ સર્વાધિક વધ્યા હતા, જ્યારે પાવર અને મેટલ શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૬૫,૮૨૮.૪૧ના બંધથી ૧૬૭.૨૨ પોઈન્ટ્સ (૦.૨૫ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ મંગળવારે ૬૫,૮૧૩.૪૨ ખૂલી, ૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ઊંચામાં ૬૬,૦૯૫.૮૧ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ નીચામાં ૬૪,૮૭૮.૭૭ સુધી જઈ અંતે ૬૫,૯૯૫.૬૩ પર બંધ રહ્યો હતો. આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.૩૧૯.૮૬ લાખ કરોડ રહ્યું હતું.
બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં સ્મોલ કેપ ઈન્ડેક્સ ૦.૭૯ ટકા અને બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૫ ટકા વધ્યા હતા, જ્યારે મિડકેપ ઈન્ડેક્સ ૦.૮૧ ટકા બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૦.૧૦ ટકા અને બીએસઈ-૫૦૦ ઈન્ડેકસ ૦.૦૨ ટકા ઘટ્યો હતો.