વેપાર

ભારતીય બજારમાં ૩૦ અબજ ડોલરના શેરોનું વેચાણ થશે

મુંબઈ : આવનારા વર્ષોમાં ભારતીય શેરબજારમાં પ્રાઈમરી તથા સેક્ધડરી માર્કેટ મારફત વાર્ષિક અંદાજે ઓછામાં ઓછા ૩૦ અબજ ડોલરની કિંમતના શેરોનું વેચાણ થવાની ધારણાં છે. કંપનીઓ તથા તેના શેરધારકો અન્યત્ર રોકાણ કરવા માટે પોતાની પાસેના હાલના શેરોનું વેચાણ કરી ભંડોળ ઊભુ કરવાનો વ્યૂહ ધરાવે છે.

વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં શેરબજારમાંથી ૧૦ અબજ ડોલર કરતા વધુ રકમ ઊભી કરી લેવાઈ છે જે ૨૦૨૨ના સંપૂર્ણ વર્ષમાં શેરોના વેચાણ મારફત ઉભી કરવામાં આવેલી રકમ કરતા વધુ હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.

ભારતીય કંપનીના માલિકો અન્યત્ર રોકાણ કરવા માટે પોતાની પાસેના શેરો વેચવા આતુર હોવાથી શેરોના વેચાણ જળવાઈ રહેશે. ૨૦૨૪ બાદ તો એકલા બ્લોક ટ્રેડસ મારફત જ સરેરાશ ૧૦ અબજ ડોલર જેટલી રકમ ઊભી થવાનું જોવા મળશે.

વર્તમાન વર્ષમાં બ્લોક ટ્રેડસની સરખામણીએ ભારતમાં આઈપીઓ પ્રવૃત્તિ ધીમી પડી છે. ૨૦૨૩માં કંપનીઓએ શેરોના પ્રથમ વેચાણ મારફત અત્યારસુધીમાં ૩.૨૦ અબજ ડોલર જેટલી રકમ ઊભી કરી લીધી છે. જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં ૫.૫૦ અબજ ડોલર ઊભી કરાઈ હતી.

મે ૨૦૨૨માં એલઆઈસીના ૨.૭૦ અબજ ડોલરના આઈપીઓ બાદ અત્યારસુધીમાં એક અબજ ડોલરથી વધુનો એક પણ આઈપીઓ હજુ સુધી જોવા મળ્યો નથી. આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણી બાદ કેટલાક મોટા આઈપીઓ જોવા મળવાની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને ટેકનોલોજી તથા ફાઈનાન્સિઅલ સર્વિસીઝ તથા ક્ધઝયૂમર ક્ષેત્રની કંપનીઓના મોટા આઈપીઓ જોવા મળવા વકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker