આમચી મુંબઈવેપાર

ભલે શેરમાર્કેટમાં ધમાસાણ હોય તો પણ એફડી કરતા સારું વળતર મળ્યું…

મુંબઈ : પાછલા છ મહિનામાં શેરબજારમાં ભારે અસ્થિરતા વચ્ચે, ટૂંકા ગાળાની મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓએ રોકાણકારોને બેંક ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ સારું વળતર આપ્યું છે. વિવિધ ફંડોની આ શ્રેણીની યોજનામાં વિભિન્ન સમયગાળામાં સાતથી 7.5 ટકા સુધીનું વળતર નોંધાયું છે. વાસ્તવમાં, ટૂંકા ગાળાના ભંડોળ રોકાણકારોને ટૂંકા ગાળા માટે રોકાણ કરવાની સવલત આપે છે.

આ યોજનાઓ મુખ્યત્વે ડેટ એટલે કે ઋણ સાધનોમાં રોકાણ કરે છે, જે સારી સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને વાજબી સ્થિર વળતર આપે છે.અર્થલભના ડેટા અનુસાર, ત્રણ વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ફંડ હાઉસિસમાં, એચડીએફસીએે 6.60 ટકા, આદિત્ય બિરલાએ 6.59 ટકા, એક્સિસે 6.43ટકા, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલે 7.02 ટકા અને બંધન ફંડે 6.15 ટકા વળતર આપ્યું છે.

Also read : અમેરિકન માર્કેટમાં કડાકા વચ્ચે ટેસ્લાના સ્ટોકમાં ધોવાણ: મસ્ક મુશ્કેલીમાં

આ શ્રેણીમાં એક વર્ષના સમયગાળામાં એચડીએફસીએ 7.72 ટકા, એક્સિસે 7.61 ટકા, નિપ્પોને 7.60 ટકા અને બિરલાએ 7.51 ટકા વળતર નોંધાવ્યું છે. દાખલા તરીકે એક્સિસ શોર્ટ ડ્યુરેશન ફંડ એક ઓપન એન્ડેડ શોર્ટ ટર્મ ડેટ સ્કીમ છે જે મુખ્યત્વે એકથી ત્રણ વર્ષ માટે રોકાણ કરે છે. આ ફંડ ઉચ્ચ ગુણવત્તાવાળી, ઓછા જોખમવાળી વ્યૂહરચનાનું પાલન કરે છે, જે સ્થિર વળતર સુનિશ્ચિત કરે છે. ટૂંકા ગાળાની સંપત્તિઓ અને વ્યાજ દરો પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેનો હેતુ લાંબા ગાળા માટે સંતુલિત વળતર ઉત્પન્ન કરવાનો છે.

ફંડનો પોર્ટફોલિયો સારી રીતે વૈવિધ્યસભર હોય છે, જે તેને એક વર્ષના આઉટલુક સાથે રોકાણ માટે યોગ્ય બનાવે છે. મુખ્યત્વે ટ્રીપલ એ અને એવન પ્લસ રેટેડ અસ્કયામતો અથવા તેમના સમકક્ષમાં રોકાણ થાય છે. આ ફંડ ડબલ એથી નીચે રેટિગ ધરાવતી અસ્કયામતોમાં રોકાણ કરતું નથી. આવી ફંડ સ્કીમ્સ કોર્પોરેટ બોન્ડ્સ, સરકારી સિક્યોરિટીઝ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને ટે્રક કરે છે. તેઓ કોર્પોરેટ બોન્ડ્સ અને સરકારી સિક્યોરિટીઝમાં બેથી પાંચ વર્ષના સમયગાળા માટે રોકાણ કરે છે, જોકે વ્યક્તિગત સિક્યોરિટીઝ પર કોઈ પ્રતિબંધ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button