વેપારશેર બજાર

કોટક બૅંકના કડાકાને કારણે સેન્સેક્સમાં ગાબડું, નિફ્ટી ૨૪,૮૦૦ની નીચે સરક્યો, બંને બેન્ચમાર્કમાં ૭૩ પોઇન્ટ લપસ્યા!

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : કોટક મહિન્દ્રા બેન્કના અપેક્ષાથી ઊણાં પરિણામને કારણે તેના શેરમાં પડેલા કડાકા તેમ જ વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે કથળેલા સેન્ટિમેન્ટ વચ્ચે બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા. સેન્સેક્સ ૭૩.૪૮ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા ઘટીને ૮૧,૧૫૧.૨૭ પોઇન્ટના સ્તરે સેટલ થયો હતો. પ્રારંભિક સત્રમાં બેરોમીટર ૫૪૫ પોઈન્ટ ઊછળ્યો હતો, પરંતુ પાછળથી વેચવાલીનું દબાણ શરૂ થતાં તે ૮૦,૮૧૧.૨૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. આ રીતે દિવસ દરમિયાન ૯૫૮.૭૯ પોઈન્ટની અફડાતફડી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી ૭૨.૯૫ પોઈન્ટ અથવા ૦.૨૯ ટકા ઘટીને ૨૪,૭૮૧.૧૦ પોઇન્ટ પર સ્થિર થયો હતો.

સેન્સેક્સની ૩૦ કંપનીમાંથી, કોટક મહિન્દ્રા બેંક ચાર ટકાથી વધુ કડાકો બોલાયો હતો. કંપનીના પરિણામે રોકાણકારોને નિરાશ કર્યા હોવાથી આ શેરમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એકીકૃત ધોરણે રૂ. ૧૭,૮૨૫.૯૧ કરોડના ચોખ્ખા નફામાં છ ટકાનો વધારો નોંધાવ્યા બાદ એચડીએફસી બેન્કમાં લગભગ ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ઇન્ફોસીસ, ભારતી એરટેલ, હિન્દુસ્તાન યુનિલિવર અને જેએસડબ્લ્યુ સ્ટીલ અન્ય ઘટનારા શેરોમાં સામેલ હતા. એશિયન પેઈન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ અને ટેક મહિન્દ્રા વધનારા શેરોમાં સામેલ હતા. વારી એનર્જીનું ભરણું ખુલવાના થોડા જ સમયમાં ભરાઇ ગયું હતું. શાપૂરજી પલોનજી જૂથની ફર્મ એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ રૂ. ૫,૪૩૦ કરોડના પ્રારંભિક જાહેર ઓફર સાથે ૨૫ ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. ૪૪૦-૪૬૩નો નક્કી થઇ છે, ભરણું ૨૯મી ઓકટોબરે બંધ થશે. ફ્રેશ ઇશ્યૂ રૂ. ૧,૨૫૦ કરોડ અને ઓએફએસનો હિસ્સો રૂ. ૪,૧૮૦ કરોડનો છે. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એચડીએપસી બેન્ક ૨.૮૩ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૫૮ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૯૧ ટકા, ટેક મહિન્દ્ર ૦.૭૮ ટકા, રિલાયન્સ ૦.૭૬ ટકા, મારુતિ ૦.૪૬ ટકા, લાર્સન ૦.૨૮ ટકા, નેસ્લે ૦.૨૭ ટકા અને એનટીપીસી ૦.૦૮ ટકા વધ્યા હતા.
જ્યારે કોટક બેન્ક ૪.૨૯ ટકા, બજાજ ફિનસર્વ ૩.૦૫ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૮૬ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૧૫ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૩ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૬૩ ટકા, ઈન્ફોસિસ ૧.૪૦ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૧.૧૧ ટકા, ભારતી એરટેલ ૧.૧૦ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૧.૦૬ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૮૧ ટકા, અને એચસીએલ ટેકનોલોજી ૦.૭૯ ટકા ઘટ્યા હતા.

એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ શુક્રવારે રૂ. ૫,૪૮૫.૭૦ કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી. જોકે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ)એ રૂ. ૫,૨૧૪.૮૩ કરોડની ઇક્વિટી ખરીદી હતી.

એશિયન બજારોમાં, ટોક્યિો અને હોંગકોંગ નીચા મથાળે સ્થિર થયા હતા, જ્યારે સિઓલ અને શાંઘાઈ ઊંચા સ્તરે બંધ થયા. યુરોપિયન બજારો નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. શુક્રવારે યુએસ બજારો ઊંચા સ્તરે બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૦૪ ટકા વધીને ૭૩.૮૨ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

બજાર માટે મોટાભાગના અસરકર્તા પરિબળો ડિસ્કાઉન્ટ થઇ ગયા છે, પછી તે ઇઝરાયલ અને ઇરાનના અણુ યુદ્ધનો ભય હોય કે વિશ્ર્વના સેન્ટ્રલ બેન્કોના સ્ટાન્સ અને નીતિ નિર્ણયો અથવા ક્રૂડ ઓઇલ સંદર્ભે ઓપેક દેશના નિર્ણયો! અલબત્ત કોઇ નવી અને મોટી ઘટના બનશે તો તેની અસર અવશ્ય વર્તાશે પરંતુ અત્યારે તો સટોડિયાઓએ તમામ સંભાવના સ્વીકારી લીધી હોય એવું લાગે છે. અમેરિકન બજારો નવી વિક્રમી ઉંચી સપાટી બનાવી રહ્યા છે ત્યારે વૈશ્ર્વિક શેરબજારની તેજી અકબંધ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલમાં સતત ઘટાડો અને યુએસ બોન્ડમાં સ્થિરતા પશ્ર્ચિમ એશિયાઇ દેશોમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે તણાવગ્રસ્ત પરિસ્થિતિ હોવા છતાં શેરબજારે સ્થિતિસ્થાપકતા જાળવી છે.

કોર્પોરેટ ક્ષેત્રના બીજા ત્રિમાસિક સમયગાળાના પરિણામ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોના વલણ અને વેચવાલી, મેન્યુફેકચરર્સ પીએમઆઇના ડેટા સહિતના પરિબળો, ક્રૂડના ભાવની વધઘટ, ફોરેક્સ માર્કેટમાં ડોલર અને રૂપિયાની સ્થિતિ વગેરે બાબતો બજારના માનસ પર સત્ર પૂરતી અસર બતાવશે. ટૂંકમાં કંપની પરિણામો પર નજર સાથે બજારમાં શેરલક્ષી કામકાજ અને કોન્સોલિડેશન જોવા મળશે. આ સપ્તાહમાં ચાલુ સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝનને કારણે બજાર સતત શેરલક્ષી કામકાજ સાથે કોન્સોલિડેશન મોડમાં રહેવાની ધારણા છે, પરંતુ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્પેસમાંથી ટેકો મળી શકે છે, જે ગયા સપ્તાહના આઉટપરફોર્મર છે. અમેરિકાની ચૂંટણી પહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને સોનાના ભાવમાં હિલચાલ પર પણ નજર રાખવામાં આવશે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. બજારનું ફોકસ કૃષિ ક્ષેત્ર, પાવર, ડીજીટલ, ઇન્ફ્રા અને એફએમસીજી જેવા સેકટર પર રહેવાની ધારણાં છે.

વિદેશી ફંડોેએ ઓકટોબરમાં દસ અબજ ડોલરના શેર ઠાલવીને એક નવો વિક્રમી આંકડો સ્થાપ્યો છે. ઑક્ટોબરના તમામ દિવસોમાં વિદેશી સંસ્થાકીય ફંડ (એફઆઇઆઇ) ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા, જેમણે કેશ સેગમેન્ટમાં રૂ. ૮૦,૨૧૮ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ સમાન ગાળામાં રૂ. ૭૪,૧૭૬ કરોડના શેરની ખરીદી કરી હતી.

દરમિયાન, આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટનું શેડ્યૂલ ચુસ્ત રહેશે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાં ચાર સહિત દલાલ સ્ટ્રીટમાં નવ નવા આઇપીઓ આવશે. રૂ. ૪,૩૨૧ કરોડનો વારી એનર્જીનો આઇપીઓ અને દીપક બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા રૂ. ૨૬૦ કરોડનો પબ્લિક ઇશ્યુ ૨૧ ઓક્ટોબરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. ગોદાવરી બાયોરીફાઇનરીઝના રૂ. ૫૫૫ કરોડના પ્રારંભિક શેરનું વેચાણ ૨૩ ઓક્ટોબરથી શરૂ થશે અને એફકોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેનો રૂ. ૫,૪૩૦ કરોડનો આઇપીઓ ૨૫ ઓક્ટોબરે લોન્ચ કરશે.

એ જ રીતે, એસએમઇ સેગમેન્ટમાં, પાંચ કંપનીઓ પ્રીમિયમ પ્લાસ્ટ, ડેનિશ પાવર, યુનાઇટેડ હીટ ટ્રાન્સફર, ઓબીએસસી પરફેક્શન અને ઉષા ફાઇનાન્શિયલ સર્વિસિસ, જાહેર ઇશ્યૂ લોન્ચ કરશે, જ્યારે ફ્રેશરા એગ્રો એક્સપોર્ટ્સ ૨૧ ઓક્ટોબરે તેનો આઇપીઓ બંધ કરશે. લિસ્ટિંગના મોરચે, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાનું બહુપ્રતીક્ષિત શેર મેગા આઇપીઓ પછી ૨૨ ઓક્ટોબરે સેક્ધડરી માર્કેટમાં પ્રવેશ કરશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker