(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એશિયાઇ બજારોની તેજી પાછળ સતત છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સે ૬૬૬ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને નિફ્ટી ૨૧૧ પોઇન્ટ ઊછળ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારોમાં ઉછાળા વચ્ચે ઓટો અને બેન્કિંગ શેરોની આગેવાનીએ નીકળેલી લેવાલીને પગલે ગુરૂવારના સત્રમાં પણ બંને બેન્ચમાર્ક નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં માસિક એક્સપાયરી વચ્ચે બીએસઇ સેન્સેક્સ ૬૬૬.૨૫ પોઈન્ટ અથવા ૦.૭૮ ટકા વધીને ૮૫,૮૩૬.૧૨ પોઈન્ટની વિક્રમી સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સના ૨૮ જેટલા શેરો વધ્યા અને બે ઘટ્યા હતા. દિવસ દરમિયાન, તે ૭૬૦.૫૬ પોઈન્ટ અથવા ૦.૮૯ ટકાના ઉછાળા સાથે ૮૫,૯૩૦.૪૩ પોઈન્ટની વિક્રમી ઈન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. બેન્ચમાર્ક ૮૬,૦૦૦ના શિખરથી માત્ર ૬૯.૫૭ પોઈન્ટ દૂર છે. એ જ રીતે, એનએસઇનો નિફ્ટી ૨૧૧.૯૦ પોઈન્ટ અથવા ૦.૮૧ ટકા વધીને ૨૬,૨૧૬.૦૫ પોઈન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન, તે ૨૪૬.૭૫ પોઈન્ટ અથવા ૦.૯૪ ટકા વધીને ૨૬,૨૫૦.૯૦ પોઈન્ટની નવી ઈન્ટ્રા-ડે લાઈફ ટાઈમ ટોચે પહોંચ્યો હતો. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી મારુતિમાં લગભગ ૫ાંચ ટકાનો ઉછાળો આવ્યો હતો. ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ અને નેસ્લે અન્ય ટોપ ગેઇનર્સ હતા. માત્ર લાર્સન એન્ડ ટુબ્રો અને એનટીપીસી ટોપ લુઝર્સ હતા. પ્રાઇમરી માર્કેટમાં આગામી સમયમાં રૂ. ૫૫,૦૦૦ કરોડના ઇશ્યૂ આવી રહ્યાં છે. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાને જાહેર ભરણા માટે સેબીની મંજૂરી મળી ગઇ છે. સ્વીગીને આઇપીઓ મારફત માટે સેબીની મંજૂરી મળી છે. એરટેલે સ્પેમ કોલનો ખાતમો બોલાવવા એઓઆઇ આધારિત નેટવર્ક ટેકનોલોજી અપનાવવાની જાહેરાત કરી છે. એનટીપીસી ગ્રીન અને એનએસઇને પણ માર્કેટ રેગ્યુલેટરે આઇપીઓ માટે મંજૂરી આપી દીધી છે. ઓલા ઇલેક્ટ્રિક વર્ષના અંત સુધીમાં વિસ્તરણ હેઠળ ૧૦,૦૦૦ સેલ્સ અને સર્વિસ આઉટલેટની યોજના ધરાવે છે. ફ્રાન્સની મોનીન ઇન્ડિયાએ વિસ્તરણ યોજના હેઠળ ભારતમાં ત્રીજો એક્સપરિમેન્ટલ સ્ટુડિયો શરૂ કર્યો છે, જે હોસ્પિટલીટી ઉદ્યોગને સીરપ અને ફ્લેવર્સ સોલ્યુશન પૂરા પાડશે. કંપની ભારતમાં ૧૮૦ ડીલર્સ ધરાવે છે અને ફ્રાન્સ ઉપરાંત અમેરિકા, જાપાન અને રશિયામાં પણ હાજરી ધરાવે છે. ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સે રૂ. ૨૦૦ કરોડના ફ્રેશ ઇશ્યૂ માટે સેબી પાસે પેપર્સ ફાઇલ કરાવ્યાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ગ્લોબલ એનર્જી જાયન્ટ બીપીના જોઇન્ટ વેન્ચર જીઓ-બીપીએ ૫૦૦મા ઇવી ચાર્જિંગ સ્ટેશન શરૂ કર્યું છે. ગોદરેજ એન્ટરપ્રાઇસ ગ્રુપની કંપની ગોદરેજ એન્ડ બોય્ઝ સિકોયોરિટી સોલ્યુશન્સે સિક્યોરિટી અને આનંદને લગતું સર્વેક્ષણ હાથ ધર્યું હતું. કંપનીના આ ખુશીયો કે રખ્ાવાલે કમ્પેઇન અંતર્ગતના સર્વેમાં ૬૭ ટકા લોકોએ આનંદની માત્રા વધારવા માટે હોમ સિક્યોરિટી વધારવાનું વલણ વ્યક્ત કર્યુ હતું. કંપની હોમલોકર સેગમેન્ટમાં ૮૦ ટકા બજાર હિસ્સો અને ૨૦ ટકાના રેવેન્યૂ ગ્રોથનો અંદાજ ધરાવે છે. માર્કેટમાં ઝડપી કડાકો કે ઉછાળો લાવી શકે એવા પરિબળો હાલ મોજૂદ નથી અને પ્રવાહિતાના દમ પર બજાર ચાલી રહ્યું છે.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો