સેબીએ રોકાણકારોના હિતમાં લીધો મોટો નિર્ણય, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નાબૂદ | મુંબઈ સમાચાર

સેબીએ રોકાણકારોના હિતમાં લીધો મોટો નિર્ણય, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નાબૂદ

મુંબઈ : સેબીએ મહત્વના નિર્ણયમાં મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને અપાતો ટ્રાન્ઝેક્શન ચાર્જને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. આનો અમલ તાત્કાલિક પ્ર્ભાવથી અમલમાં આવશે. જેના પગલે હવે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને ચુકવણી નહી કરે. આ અંગે મે 2023માં જાહેર ચર્ચા અને જુન 2025માં ઉદ્યોગ ગૃહ સાથે ચર્ચા બાદ આ
નિર્ણય લેવામાં આવ્યો છે.

કમિશન અથવા ટકાવારી પ્રમાણે રકમ ચુકવવામાં આવવી જોઈએ

સેબીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને 10,000થી વધુ રોકાણ લાવવા માટે કંપનીઓએ
ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડતો હતો. આ નિયમ 27 જુન 2024માં માસ્ટર સરકયુલરથી લાગુ કરવામાં આવ્યો હતો. તેમજ સેબીએ આ અંગે તપાસ અનુભવ્યું કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર જે કંપનીના એજન્ટ તરીકે કામ કરે છે તેને કમિશન અથવા ટકાવારી પ્રમાણે રકમ ચુકવવામાં આવવી જોઈએ.તેમને ટ્રાન્ઝેક્શન ચાર્જથી ચુકવણીની કોઈ જરૂર નથી. જેના લીધે સેબીએ માસ્ટર સરકયુલર સંપૂર્ણ પણે હટાવી દીધો છે.

રોકાણકારોના હિતોનું પણ રક્ષણ

સેબીનું માનવું છે કે આ ફેરફારથી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પારદર્શિતા આવશે. તેમજ રોકાણકારોના હિતોનું પણ રક્ષણ થશે. સેબીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ, 1992 ની કલમ 11(1) અને સેબી (મ્યુચ્યુઅલ ફંડ્સ) રેગ્યુલેશન્સ, 1996 ના રેગ્યુલેશન 52(4A) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરવામાં આ બદલાવ કર્યો છે.

કોણ છે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર

મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર એ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા છે જે રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ માટે મદદ કરે છે. તેઓ રોકાણકારો અને ફંડ હાઉસ વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે.

આ પણ વાંચો…જાણો સેબી તમારી માટે આ નવું નજરાણું લાવી છે તે શું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button