બોન્ડ ટ્રેડિંગ વધારવા સેબી અને આરબીઆઇની વાટાઘાટ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: કોર્પોરેટ બોન્ડ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ વધારવા માટે સેબી અને આરબીઆઈ વાટાઘાટો કરી રહ્યા છે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને બેન્કિંગ ક્ષેત્રની નિયામક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોર્પોરેટ ડેટ સિક્યોરિટીઝમાં ટ્રેડિંગ પ્રવૃત્તિને મજબૂત બનાવવા માટે કોર્પોરેટ બોન્ડ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ પર ચર્ચા કરી રહ્યા હોવાનું સેબીના પૂર્ણસમયના સભ્ય અનંત નારાયણ જીએ શુક્રવારે જણાવ્યું હતું.
આપણ વાંચો: સેબી દ્વારા ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બૅન્કમાં ઈન્સાઈડર ટ્રેડિંગની તપાસ
એક સભાને સંબોધતા, નારાયણે કહ્યું, કોર્પોરેટ બોન્ડ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ આ સંદર્ભમાં બીજી સીમા છે. સેબી અને આરબીઆઈ વચ્ચે આ વિષયમાં સારી ચર્ચાઓ ચાલી રહી છે અને અમને આશા છે કે અમે ટૂંક સમયમાં નિષ્કર્ષ પર આવીશું.
તેમણે જણાવ્યું કે સેક્ધડરી બોન્ડ વોલ્યુમ દર મહિને લગભગ રૂ. ૧.૪ લાખ કરોડ છે, જ્યારે ઇક્વિટી બજારોમાં એક જ દિવસમાં આટલા આટલા મોટા વોલ્યુમમાં ટ્રેડિંગ થતું જોવા મળે છે. જો બોન્ડ ટ્રેડિંગને સેટલમેન્ટ, પ્લેટફોર્મ અને ટ્રેડિંગ કલ્ચરની દ્રષ્ટિએ ઇક્વિટી ટ્રેડિંગ સાથે વધુ તુલનાત્મક બનાવી શકાય તો રોકાણ વર્ગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી શકે છે.