વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો, સ્થાનિકમાં ગત સપ્ટેમ્બર મહિનામાં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડા ઉપરાંત ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૧૭.૦૧ કરોડની ચોખ્ખી લેવાલીના નિર્દેશ મળતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સાધારણ સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને ઈઝરાયલ-હમાસ વચ્ચે તંગદિલીને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૩૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૮ અને ઉપરમાં ૮૩.૨૪ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૨૮ના મથાળે બંધ રહ્યો હતો.

ગત શુક્રવારે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા બાદ આજે વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવા છતાં ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી તેમ જ આજે સપ્ટેમ્બર મહિનાનો જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને (-) ૦.૨૬ ટકાના સ્તરે રહેવા ઉપરાંત ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૧૭.૦૧ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધ્યા મથાળેથી ૦.૧૩ ટકા ઘટીને ૧૦૬.૫૧ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધ્યા મથાળેથી ૦.૦૮ ટકા ઘટીને બેરલદીઠ ૯૦.૮૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૧૫.૮૧ પૉઈન્ટનો અને ૧૯.૩૦ પૉઈન્ટનો જોવા મળેલો ઘટાડો તેમ જ મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવને ધ્યાનમાં લેતાં રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે