Rosmerta Digital Delays Rs 206 Crore IPO Due

આ કારણે રોઝમેર્ટા ડિજિટલનો આઇપીઓ મુલતવી રખાયો

મુંબઇ: રોઝમેર્ટા ડિજિટલ સર્વિસિસે ૧૪મી નવેમ્બરે પ્રતિકૂળ બજારની સ્થિતિને કારણે તેના રૂ. ૨૦૬-કરોડના પ્રારંભિક શેરનું વેચાણ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે, તે બજારમાં ચાલી રહેલી નબળાઈને ધ્યાનમાં રાખીને આઇપીઓની તારીખોને આગળ ધપાવનારી પ્રથમ એસએમઇ કંપની બની છે. શેરબજારમાં ૨૭મી સપ્ટેમ્બરના તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરેથી ૧૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.


Also read: ટ્રમ્પની તેજીને પરિણામે કૅનેડા, ઈટાલીની જીડીપી કરતાં ક્રિપ્ટોની માર્કેટ કેપ ઊંચી સપાટીએ


રોઝમેર્ટા ડિજિટલ સર્વિસિસનો આઇપીઓ એસએમઇ સેગમેન્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હોવાનું માનવામાં આવતું હતું, જેમાં ફક્ત ૧.૪ કરોડ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થતો હતો. ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ૧૪૦-૧૪૭ રૂપિયા હતી. ઇશ્યૂ ૧૮ નવેમ્બરે ખુલવાનો હતો અને ૨૧મી નવેમ્બર, ૨૦૨૪ના રોજ બંધ થવાનો હતો.


Also read: ઇક્વિટીમાં સોના, એફડી અને પ્રોપર્ટી કરતાં વધુ વળતર: જાણો કોણે કહ્યું


અહેવાલો અનુસાર સેબી, નાણા મંત્રાલય અને અન્ય સત્તાવાળાઓને રોઝમેર્ટા ડિજિટલ સર્વિસિસના પ્રમોટરો સામે વિવિધ ફરિયાદો મળી હતી, જેમાં પ્રમોટરો અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ પર નિર્ણાયક તથ્યોને જાણીજોઈને છુપાવીને છેતરપિંડીનો આશરો લેવાનો અને તેમાં સંડોવાયેલા હોવાનો આરોપ મૂક્યો હતો અને કંપનીના ડીઆરએચપી ડેચા ફાઇલ કરતી વખતે જોડતોડ કરેલી નાણાકીય રજૂઆત કરી હોવાના આરોપ મૂકાયા હતા.

સંબંધિત લેખો

Back to top button