નેશનલવેપાર

Reliance અને Disneyએ મર્જરને અંતિમ સ્વરૂપ આપ્યું; નવું પ્લેટફોર્મ આ નામે ઓળખાશે

મુંબઈ: ભારતના બે મોટા OTT પ્લેટફોર્મ Jio Cinema અને Disney+ Hotstar હવે એક થવા જઈ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) અને વોલ્ટ ડિઝની(Walt Disney)એ $8.5 બિલિયનના મર્જરની પ્રક્રિયા પૂર્ણ કરી છે. અહેવાલ મુજબ ગુરુવારે મર્જરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, અને બે મીડિયા જાયન્ટ્સની એસેટ્સને ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે, દરેક તેના પોતાના CEO હશે.


Also read: આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટિ એસેટની એયુએમ ₹ ૫૦,૪૯૫.૫૮ કરોડની સપાટીએ


મર્જર બાદ આ ત્રણ વિભાગો હશે: કંપનીઓ સંયુક્ત રીતે જાહેર કરેલા નિવેદનમાં ત્રણ વિભાગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં એન્ટરટેનમેન્ટ (રિલાયન્સની Colors ટીવી ચેનલો અને ડિઝનીની Star ચેનલો), ડિજિટલ (ઓનલાઈન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioCinema અને Hotstar) અને સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે.

કોનો કેટલો હિસ્સો: આ જોઈન્ટ વેન્ચર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નિયંત્રણ હેઠળ હશે. જોઈન્ટ વેન્ચર RILનો 16.34%, Viacom18 નો 46.82% અને ડિઝનીનો 36.84% હિસ્સો હશે. નીતા અંબાણી આ વેન્ચરના ચેરપર્સન હશે અને ઉદય શંકર વાઈસ ચેરપર્સન હશે.


Also read: Reliance Powerની મુશ્કેલીઓ વધી, આ કારણે મળી શો- કોઝ નોટિસ


Google ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ કિરણ માની જિયોસિનેમાનું નેતૃત્વ કરશે. બિઝનેસ ઇન્ટિગ્રેશન આગળ વધતા ડિઝની હોટસ્ટારના સીઇઓ સાજિથ શિવનંદને રાજીનામું આપ્યું હતું.

નવું નામ JioHotstar હશે?
અહેવાલ મુજબ JioCinema અને Disney+ Hotstarનું એક સ્ટ્રીમિંગ એપમાં મર્જર થઈ શકે છે, જેને JioHotstar નામ આપવામાં આવી શકે છે, પરંતુ આ અંગે કોઈ આધિકારિક જાણકારી આપવામાં આવી નથી. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, “ટેલિવિઝન ‘સ્ટાર’ અને ‘કલર્સ’ અને ડિજિટલ ફ્રન્ટ પર ‘JioCinema’ અને ‘Hotstar’નું મર્જર થશે, આ પ્લેટફોર્મ્સ ભારતમાં અને વૈશ્વિક સ્તરે દર્શકોને મનોરંજન અને રમતગમતની વ્યાપક પસંદગી પ્રદાન કરશે.”


Also read: ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડીને નવી નીચી સપાટીએ


હાલમાં રિલાયન્સના વાયાકોમ 18 મીડિયાના ટોચના બોસ કેવિન વાઝ એન્ટરટેનમેન્ટ વિભાગનું નેતૃત્વ કરશે. ડિઝનીના ભારતીય મીડિયા ઓપરેશન્સના હેડ સંજોગ ગુપ્તા સ્પોર્ટ્સનું નેતૃત્વ કરે છે. કંપનીઓએ ઓગસ્ટમાં ભારતના એન્ટિટ્રસ્ટ રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળ્યા બાદ મર્જરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button