રૂ. 500ની નોટ માટે RBIની મહત્ત્વની જાહેરાત, હવે આવી નોટ બેંક સ્વીકારશે નહીં, જાણી લેશો તો ફાયદામાં રહેશો… | મુંબઈ સમાચાર
વેપાર

રૂ. 500ની નોટ માટે RBIની મહત્ત્વની જાહેરાત, હવે આવી નોટ બેંક સ્વીકારશે નહીં, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ભારતીય ચલણમાં રહેલી 500 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. જેના વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતની અસર તમામ નાગરિકો પર જોવા મળશે, ચાલો જોઈએ શું છે આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત અને એનાથી તમારા પર શું અસર જોવા મળશે એ-

આરબીઆઈની રૂ. 500 રૂપિયાની નોટ માટે કરી જાહેરાત

મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા 500 રૂપિયાની નોટને લઈને એક મહત્ત્વનો આદેશ બહાર પાડ્યો છે. આ આદેશ અનુસાર આરબીઆઈ દ્વારા તમામ બેંકોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ 500 રૂપિયાની એવી નોટ જ સ્વીકારે કે જે સારી સ્થિતિમાં હોય.

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા આદેશનો અર્થ એવો થાય છે કે હવે જૂની, ફાટેલી, લખેલી કે પછી ખૂબ જ જર્જરીત થઈ ગયેલી હોય એવી ચલણી નોટ બેંક દ્વારા નહીં સ્વીકારવામાં આવે. આરબીઆઈ દ્વારા આ પગલું ચલણી નોટોની ગુણવત્તાને જાળવી રાખવા માટે ભરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

કેમ આપવામાં આવ્યો આ નવો આદેશ?

કેન્દ્રિય બેંક દ્વારા આવો આદેશ કેમ આપવામાં આવ્યો એની વાત કરીએ તો બનાવટી નોટોની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અને ચલણી નોટના વ્યવહારને વધારે સુગમ બનાવવા માટે આપવામાં આવ્યો છે.

છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરીએ તો 500 રૂપિયાની બનાવટી નોટની સંખ્યા બજારમાં વધી રહી છે, જેને કારણે અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર જોવા મળી રહી છે. આ સિવાય ખરાબ થઈ ગયેલી નોટને કારણે પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને દૂર કરવા માટે પણ આ પગું ખૂબ જ જરૂરી છે.

નાગરિકો પર આરબીઆઈના આ નિર્ણયની શું અસર થશે?

આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા આ મહત્ત્વના પગલાંની નાગરિકો પર શું અસર જોવા મળશે એની વાત કરીએ તો હવે નાગરિકોએ 500 રૂપિયાની નોટનું વિશેષ ધ્યાન રાખવું પડશે. જો કોઈ પણ નાગરિક પાસે જૂની, ફાટેલી, લખેલી નોટ હોય તેમણે જેમ બને તેમ ઝડપથી બેંકમાં આ નોટ જમા કરાવી દેવી પડશે.

છે ને એકદમ લાખ રૂપિયાની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમને પણ આરબીઆઈના આ નિર્ણયથી અવગત કરાવો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો…તમારી પાસે પણ છે * માર્કવાળી 500 રૂપિયાની નોટ? આ વાંચી લો, RBIએ શું કહ્યું…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button