Repo Rate: રેપો રેટ અંગે RBIએ મહત્વની જાહેરાત કરી, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે | મુંબઈ સમાચાર

Repo Rate: રેપો રેટ અંગે RBIએ મહત્વની જાહેરાત કરી, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ni મોનેટરી પોલિસી કમિટી(MPC)એ રેપો રેટ(Repo rate) સતત નવમી વખત 6.5% પર યથાવત રાખ્યો છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો 4:2 બહુમતીથી નિર્ણય લીધો હતો. પરિણામે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ 6.25% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ અને બેંક રેટ 6.75% પર રહે છે.”

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મોનીટરી પોલિસીની જાહેરાત કરી હતી. મોનીટરી પોલિસી કમિટી (MPC) એ 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન નાણાકીય વર્ષ 2024-25 માટે ત્રીજી બાઈ-મંથલી પોલિસી મીટીંગ યોજી હતી.

RBIના આ નિર્ણથી એવા લોકોને નિરાશા મળી છે કે જેઓ લોન સસ્તી થવાની અને EMIનો બોજ હળવો થવાની આશા રાખતા હતા. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. એટલે કે દોઢ વર્ષથી પોલિસી ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ફેરફાર થયો નથી. ફેબ્રુઆરી 2023માં યોજાયેલી MPCની બેઠકમાં RBIએ રેપો રેટ વધારીને 6.5 ટકા કર્યો હતો.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ‘ત્રીજા ક્વાર્ટરમાં બેઝ ઇફેક્ટના લાભને કારણે એકંદર ફુગાવો ઘટી શકે છે. વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણ સ્થિર દેખાય છે, જો કે તેનું વિસ્તરણ અસમાન છે. ફુગાવાના ખાદ્ય ઘટકો હજુ પણ ચિંતાનો વિષય છે. વર્તમાન નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનો અંદાજ છે.’

Back to top button