RBI એ આ મોટી બેંકને ફટકાર્યો દંડ, આ બાબતે મળી હતી ફરિયાદો
નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank)દેશની બેંકોની રેગ્યુલેટર છે અને બેંકોમાં જોવા મળતી કોઈપણ અનિયમિતતાઓ પર સમયાંતરે કાર્યવાહી કરતી રહે છે. રિઝર્વ બેંક ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ સામે કાર્યવાહી કરી રહી હોવાના અહેવાલો છે. જેમાં હાલમાં જ રિઝર્વ બેંકે બીજી મોટી બેંક સામે કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Also read: Stock Market : શેરબજારના રોકાણકારો માટે BSE અને NSE જાહેર કરી મહત્વની સૂચના
સાઉથ ઇન્ડિયન બેંક પર 59.20 લાખ રૂપિયાનો દંડ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સાઉથ ઇન્ડિયન બેંક પર બેંકોમાં થાપણો અને ગ્રાહક સેવાઓ પરના વ્યાજ દરો અંગેની કેટલીક સૂચનાઓનું પાલન કરવામાં ભૂલો બદલ રૂપિયા 59.20 લાખનો દંડ ફટકાર્યો છે. બેંકે આ જાણકારી આપી છે. 31 માર્ચ, 2023 સુધી બેંકની નાણાકીય સ્થિતિ અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકના ઓડિટ મૂલ્ય માટે એક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
આરબીઆઈએ સાઉથ ઈન્ડિયન બેંકને નોટિસ પાઠવી હતીRBIની સૂચનાઓ અને સંબંધિત પત્રવ્યવહારનું પાલન ન કરવાના આધારે સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ પર બેંકના જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતને ધ્યાનમાં લીધા પછી આરબીઆઈએ શોધી કાઢ્યું કે બેંક સામે કરવામાં આવેલા આરોપો સાચા છે અને નાણાકીય દંડ લાદવાની જરુંર છે.
Also read: US Fed Rate Cut: અમેરિકામાં વ્યાજ દરમાં ફરી ઘટાડો, જાણો શું શેરબજાર પર શું અસર થશે?
સાઉથ ઈન્ડિયન બેંક પર શા માટે લગાવવામાં આવ્યો દંડ ?આરબીઆઈએ જણાવ્યું હતું કે સાઉથ ઇન્ડિયન બેંકે કેટલાક ગ્રાહકોને SMS અથવા ઈ-મેઈલ અથવા પત્ર દ્વારા જાણ કર્યા વિના લઘુત્તમ બેલેન્સની રકમની જાળવણી ન કરવા બદલ દંડ અને ચાર્જ લગાવ્યો હતો. તેની સામે આરબીઆઈએ બેંક સામે આ કાર્યવાહી કરી છે. આરબીઆઈએ કહ્યું કે આ દંડ વૈધાનિક અને નિયમોના અમલમાં બેદરકારી બદલ કરવામાં આવ્યો છે. આનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર કરવાનો નથી.