રાહત! UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાદવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી: RBI ગવર્નર | મુંબઈ સમાચાર
Top Newsવેપાર

રાહત! UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાદવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી: RBI ગવર્નર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
રિઝર્વ બૈેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં યુપીઆઇ વ્યવહારો પર ચાર્જ વસૂલવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ માધ્યમ ભારતમાં રિટેલ ડિજિટલ ચુકવણીઓમાં લગભગ ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ બુધવારે કહ્યું હતું કે યુપીઆઇ ચુકવણીમાં ડિફોલ્ટના કિસ્સામાં ધિરાણકર્તાઓને ક્રેડિટ પર ખરીદેલા મોબાઇલ ફોનને રિમોટલી લોક કરવાની મંજૂરી આપવાના પ્રસ્તાવ પર વિચારણાં ચાલી રહી છે.

ઓગસ્ટમાં છેલ્લી નાણાકીય નીતિ બ્રીફિંગમાં, મલ્હોત્રાએ ટિપ્પણી કરી હતી કે યુપીઆઇ ઇકોસિસ્ટમ હંમેશા માટે નિ:શુલ્ક ન રહી શકે અને ભાર મૂક્યો હતો કે કોઈને તો ઓપરેશનલ ખર્ચ સહન કરવો પડશે. તેમણે નિર્દેશ કર્યો હતો કે જ્યારે સરકાર હાલમાં સિસ્ટમને સબસિડી આપી રહી છે, ત્યારે લાંબા ગાળે આવી વ્યવસ્થાનું ટકાઉપણું એક પ્રશ્ર્ન રહે છે.

આ પણ વાંચો: NPCIના નવા નિયમો આજથી લાગુ, UPIથી સરળતાથી કરી શકશો મોટા ટ્રાન્ઝેક્શન…

તેમણે જણાવ્યું હતું કે. ખર્ચ થાય છે અને આ ખર્ચ કોઈને કોઈએ ચૂકવવા પડે છે. કોણ ચૂકવે છે તે મહત્વપૂર્ણ છે પરંતુ એટલું મહત્વપૂર્ણ નથી જેટલું કોઈ બિલ ચૂકવી રહ્યું છે. જાન્યુઆરી ૨૦૨૦થી આ વ્યવહારોને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટથી મુક્તિ આપવામાં આવી છે. જૂનમાં, નાણા મંત્રાલયે એવી અટકળોને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી કે યુપીઆઇ વ્યવહારો પર આ રેટ લાદવામાં આવશે. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે સરકાર યુપીઆઇ દ્વારા ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button