RBIએ ક્રેડિટ કાર્ડ જારી કરવાના નિયમોમાં કર્યો ફેરફાર,જાણો વિગતો
ક્રેડિટ કાર્ડ જારી કરતી કંપનીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ક્રેડિટ કાર્ડ જારી કરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. બેંકિંગ રેગ્યુલેટરે આ સંદર્ભમાં આ સૂચના જારી કરી છે. આ સૂચના અનુસાર, બેંકે ક્રેડિટ કાર્ડ જારી કરવાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. નોટિફિકેશન મુજબ હવે ક્રેડિટ કાર્ડ કંપનીઓએ ગ્રાહકોને ઘણા વિકલ્પો આપવા પડશે.
નોટિફિકેશન જણાવે છે કે ક્રેડિટ કાર્ડ જારી કરવા માટે અધિકૃત કાર્ડ નેટવર્ક બેંકો/બિન-બેંકો સાથે જોડાણ કરે છે. ગ્રાહકને જારી કરાયેલ કાર્ડ માટે નેટવર્કની પસંદગી કાર્ડ આપનારી બેંક અથવા નોન-બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે આરબીઆઈએ તેમની સમીક્ષામાં એવું જાણવા મળ્યું હતું કે કાર્ડ નેટવર્ક અને કાર્ડ આપનારી બેંકો વચ્ચે ચોક્કસ વ્યવસ્થાઓ અસ્તિત્વમાં છે, જે યોગ્ય નથી. બેંકોએ ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને કરાર કરવા જોઈએ. આરબીઆઈએ જણાવ્યું હતું કે કાર્ડ જારીકર્તા બેંક અથવા નોન-બેંકોએ તેમના પાત્ર ગ્રાહકોને બહુવિધ કાર્ડ નેટવર્કમાંથી પસંદ કરવા માટે વિકલ્પ પ્રદાન કરવાની જરૂર છે.
READ MORE:
https://bombaysamachar.com/business/rbi-imposes-penalty-on-sbi-canara-bank-and-city-union-bank/
આરબીઆઇના નોટિફિકેશનમાં જણાવવાવમાં આવ્યું છે કે કાર્ડ જારીકર્તાઓ કાર્ડ નેટવર્ક સાથે એવી કોઈ વ્યવસ્થા કે કરાર કરશે નહીં જે ગ્રાહકોને અન્ય કાર્ડ નેટવર્કની સેવાઓનો લાભ લેતા અટકાવે. કાર્ડ ઇશ્યુઅર્સ તેમના પાત્ર ગ્રાહકોને કાર્ડની પસંદગી સમયે બહુવિધ કાર્ડ નેટવર્ક પસંદ કરવાનો વિકલ્પ પ્રદાન કરશે.
આ ઉપરાંત વર્તમાન કાર્ડધારકોને આગામી રિન્યુઅલ માટે સમય આપવાનું પણ કહેવામાં આવ્યું છે. રિઝર્વ બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નિયમો એવા લોકો પર લાગુ નહીં થાય જેમના જારી કરાયેલા એક્ટિવ કાર્ડની સંખ્યા 10 લાખ અથવા તેનાથી ઓછી છે.