Pine Labs IPO માં રોકાણ કરવું કે નહીં? જાણો પહેલા દિવસે કેટલું સબ્સ્ક્રિપ્શન થયું અને GMP શું કહે છે?

મુંબઈ: નોઇડા સ્થિતિ ફિનટેક કંપની પાઈન લેબ્સનાં IPO સબ્સ્ક્રિપ્શન પબ્લિક સબ્સ્ક્રિપ્શન 7 નવેમ્બરથી શરૂ થયું હતું અને 11 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. રૂ.3,900 કરોડના IPOનું બિડિંગ આજે સોમવારે બીજા દિવસમાં પ્રવેશ્યું છે.
અત્યાર સુધી પાઈન લેબ્સના IPOને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલા દિવસે માત્ર 13% સબ્સ્ક્રિપ્શન નોંધાયું હતું. પહેલા દિવસે નોન-ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) નું સબ્સ્ક્રિપ્શન્સ 7% હતું, જ્યારે ક્વોલિફાયડ ઇન્સ્ટીટયુશનલ બાયર્સ(QIBs) નું સબ્સ્ક્રિપ્શન્સ 2% જ હતું.
પાઈન લેબ્સના IPO પ્રાઇસ બેન્ડ ₹210 થી ₹221 પ્રતિ શેર રાખવા આવી છે, કંપનીનો હેતુ ₹25,300 કરોડથી વધુનું વેલ્યુએશન કરવાનો છે. ગુરુવારે પાઈન લેબ્સે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી ₹1,754 કરોડ મેળવ્યા હતા. પાઈન લેબ્સના IPO ના 75% શેર QIB માટે, 15% NII માટે ફાળવવામાં આવ્યા છે, અને કુલ ઓફરના 10% રીટેલ ઇન્વેસ્ટર્સમાં રાખવામાં આવ્યા છે. ₹25 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર કર્મચારીઓ માટે રિઝર્વ્ડ રાખવામાં આવ્યા છે.
આ તારીખથી લીસ્ટ થશે:
IPOના આધારે પાઈન લેબ્સના શેર્સનું એલોટમેન્ટ બુધવાર, 12 નવેમ્બરના રોજ કરવામાં આવશે, ગુરુવાર, 13 નવેમ્બરના રોજ રિફંડ પ્રોસેસ શરૂ કરશે કરવામાં આવશે. શુક્રવાર, 14 નવેમ્બરના રોજ પાઈન લેબ્સના શેર BSE અને NSE પર લિસ્ટ થઇ જશે.
પાઈન લેબ્સના IPOની GMP:
આજે સોમવાર પાઈન લેબ્સના IPOનો ગ્રે માર્કેટ પ્રીમિયમ(GMP) ₹4 નોધાયો હતો, જેને ધ્યાનમાં લેતા પાઈન લેબ્સના શેરની અંદાજિત લિસ્ટિંગ કિંમત ₹225 પ્રતિ શેર હોઈ શકે છે, જે IPOની ઓફર પ્રાઈઝ ₹221 કરતા 1.81% વધુ છે.
IPO ફંડનો ઉપયોગ આ રીતે કરશે:
IPOથી એકઠા થયેલા ફંડને પાઈન લેબ્સ દેવું ભરવા, આઇટી એસેટ્સમાં રોકાણ, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચા, ટેકનોલોજી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ અને ડિજિટલ ચેકઆઉટ પોઇન્ટ મેળવવા માટે કરશે.
એક્સિસ કેપિટલ, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા કંપની, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, જેપી મોર્ગન ઇન્ડિયા અને જેફરીઝ ઇન્ડિયા બુક રનિંગ લીડ મેનેજર તરીકે સર્વિસ આપી રહી છે, જ્યારે કેફિન ટેક્નોલોજીસ આઇપીઓ માટે રજિસ્ટ્રાર તરીકે કામ કરી રહી છે.
પાઈન લેબ્સ વિષે:
અહેવાલ મુજબ પાઈન લેબ્સની સ્થાપન 1998માં કરવામાં આવી હતી, હાલ પાઈન લેબ્સ ભારતની ઝડપથી વિકસતી મર્ચન્ટ કોમર્સ કંપનીઓમાંની એક છે. કંપનીનું હેડ ક્વાટર નોઈડામાં આવેલું છે. પાઈન લેબ્સ પોઈન્ટ-ઓફ-સેલ (POS) સોલ્યુશન્સ, પેમેન્ટ પ્રોસેસિંગ અને મર્ચન્ટ ફાઇનાન્સિંગ જેવી સર્વિસ આપે છે.
પાઈન લેબ્સની નાનાથી મોટા કદના બિઝનેસને ડિજિટલ પેમેન્ટ ટેકનોલોજી એન્ડ સર્વિસ પૂરી પડે છે. કંપનીના પોર્ટફોલિયોમાં સ્માર્ટ POS ડિવાઇસીસ, બાય નાઉ પે લેટર (BNPL), મર્ચન્ટ ફાઇનાન્સિંગ, લોયલ્ટી અને ગિફ્ટ સોલ્યુશન્સ અને ઈ-કોમર્સ અને ઓનલાઈન પેમેન્ટ ટૂલ્સનો સમાવેશ થાય છે.
આ મોટી કંપનીઓ પણ પાઈન લેબ્સની કસ્ટમર:
31 ડિસેમ્બર, 2024 સુધીમાં 9,15,731 વેપારીઓનો પાઈન લેબ્સ સાથે જોડાયેલા હતાં, જેમાં એમેઝોન પે, LG ઇલેક્ટ્રોનિક્સ, ફ્લિપકાર્ટ ઇન્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડ અને રેડિંગ્ટન જેવી દિગ્ગાજ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. HDFC બેંક, એક્સિસ બેંક અને ICICI બેંક કંપની પણ પાઈન લેબ્સના કસ્ટમર છે. ભારતને કેશ-ફ્રી ઇકોનોમી બનાવવા માટે પાઈન લેબ્સ મહત્વપૂર્ણ ફિનટેક પ્લેટફોર્મ પૂરું પડી રહી છે.
(નોધ: આ અહેવાલ માત્ર માહિતી માટે છે, તેને આધારે શેર બજારમાં રોકાણ કરવું નહીં. મુંબઈ સમાચાર રોકાણકારોને ભલામણ કરે છે કે પાઈન લેબ્સ કોઈપણ રોકાણ કરતા પહેલા પ્રમાણિત નિષ્ણાતોની સલાહ લેવી.)
આ પણ વાંચો…IPO MARKET:જાણો કઈ અડધો ડઝન કંપની આવી રહી છે? કોનું લિસ્ટીંગ ક્યારે થશે?



