ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળના નાના ચા ઉત્પાદકોને અભૂતપૂર્વ નુકસાન

કોલકતાઃ તાજેતરમાં ઉત્તર બંગાળના જલપાઈગુડી અને અલિપુરદ્વાર જિલ્લામાં પડેલા અવિરત અને મુશળધાર વરસાદને કારણે નાના ચા ઉત્પાદકો (સ્મોલ ટી ગ્રોઅર્સ)ને અભૂતપૂર્વ નુકસાન થયું છે જેને કારણે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર તરફથી નાણાકીય સહાય માટેની માગણી કરવામાં આવશે, એમ નાના ચા ઉત્પાદકોનાં સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું છે.
કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન સ્મોલ ટી ગ્રોઅર્સ એસોસિયેશનનાં પ્રમુખ બિજોય ગોપાલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે જલપાઈગુડીનાં ડુઆર્સનાં નગરકાટા અને બેનરહટ બ્લોકમાં વ્યાપક નુકસાન થયું છે. એકંદરે ઉત્તર બંગાળનાં નાના ચા ઉત્પાદકોને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. અમે નુકસાનની આકારણી કરી રહ્યા છીએ, પરંતુ હજુ ઘણાં એસ્ટેટોમાં પાણી ભરાયેલા છે. અમે કેન્દ્ર તથા રાજ્ય સરકાર પાસેથી નાણાકીય સહાયનો અનુરોધ કરીશું, એમ ચક્રવર્તીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો: તહેવારોની સિઝન દરમિયાન રાજ્યમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ 65 ટકા ઘટ્યું, જાણો શું છે કારણ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉત્તર બંગાળમાં અંદાજે 50,000 કરતાં વધુ નાના ઉત્પાદકો કાર્યરત છે, જેઓ સરેરાશ એક હેક્ટર કરતાં ઓછો વિસ્તાર ધરાવે છે. તેમ છતાં પશ્ચિમ બંગાળમાં ચાના કુલ ઉત્પાદનમાં 64 ટકા જેટલો બહોળો હિસ્સો નાના ઉત્પાદકોનો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ઉત્તર બંગાળમાં વર્ષે 28 કરોડ કિલોગ્રામ ચાનું ઉત્પાદન થાય છે.
બિજોયનાં મતાનુસાર મયંગુરીમાં જલઢાકા નદી નજીકનાં નાના ચાના બગીચાઓ છેલ્લા બે દિવસથી પાણી હેઠળ ઢંકાઈ ગયેલા છે અને જ્યાં પાણી ઓસરી ગયા છે ત્યાં ચાના છોડ પર કાંપના સ્તર જોવા મળે છે. એકંદરે સ્થિતિ જોતા નાના ઉત્પાદકોને અભૂતપૂર્વ નુકસાન થયું છે. આ ઉપરાંત રોડની માળખાકીય સુવિધાઓ પણ કથળી હોવાથી ફેક્ટરીઓમાં લીલી ચાની રવાનગીઓમાં પણ સમસ્યા છે. તેમ જ છેલ્લા બે દિવસથી શ્રમિકોની પણ ગેરહાજરી રહેતી હોવાનું તેમણે ઉમેર્યું હત