નેશનલવેપાર અને વાણિજ્ય

નવી સરકાર બનતા જ વર્લ્ડ બેંકે આપ્યા good news, કહ્યું- આગામી 3 વર્ષમાં દુનિયા જોશે ભારતનો દબદબો

ભારતમાં ફરી એકવાર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સરકાર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકારની રચના સાથે અર્થતંત્રના મોરચે સારા સમાચાર આવ્યા છે. વિશ્વ બેંકે મંગળવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારત આગામી ત્રણ વર્ષમાં સૌથી ઝડપી 6.7 ટકાની વૃદ્ધિ નોંધાવશે અને આવનારા 3 વર્ષમાં આખી દુનિયા ભારત અને તેની અર્થવ્યવસ્થાનો દબદબો જોશે. જીડીપી વૃદ્ધિના સંદર્ભમાં ભારત નવો રેકોર્ડ બનાવશે. વર્લ્ડ બેંકના આ રિપોર્ટને મોદી સરકારની સાતત્યતા પર વૈશ્વિક મહોર તરીકે જોવામાં આવી રહી છે.

વિશ્વ બેંકે મંગળવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં કહ્યું છે કે ભારતનો જીડીપી ગ્રોથ આગામી ત્રણ વર્ષમાં 6.7 ટકાની સતત વૃદ્ધિ નોંધાવીને ભારત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશેવિશ્વ બેંકે મંગળવારે તેનો ‘ગ્લોબલ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટ’ જાહેર કર્યો છે.

વિશ્વ બેંકના નવા રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં દેશનો આર્થિક વિકાસ વધીને 8.2 ટકા થવાની ધારણા છે, જે વિશ્વ બેંક દ્વારા જાન્યુઆરીમાં આપવામાં આવેલા અગાઉના અંદાજ કરતાં 1.9 ટકા વધુ છે. આ સાથે, વિશ્વ બેંકે વર્ષ 2024માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 2.6 ટકા પર સ્થિર રહેવાની આગાહી કરી છે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિ સરેરાશ 2.7 ટકા સુધી વધશે. જો કે, આ કોવિડ-19 પહેલાના દાયકામાં 3.1 ટકા કરતાં પણ ઘણું ઓછું હશે.

વિશ્વ બેંકના રિપોર્ટમાં બીજી મહત્વની વાત કહેવામાં આવી છે કે નાણાકીય વર્ષ 2024-26 દરમિયાન વિશ્વની 80 ટકાથી વધુ વસ્તી પર કોવિડ જેવા સમયગાળાની અસર જોવા મળશે.મતલબ કે આ સમયગાળા દરમિયાન, વૈશ્વિક જીડીપી ધરાવતા દેશોનો આર્થિક વિકાસ દર કોવિડ-19 પહેલાના દાયકાની તુલનામાં ધીમી ગતિએ વધશે.

રિપોર્ટ અનુસાર, વૈશ્વિક ફુગાવો 2024માં ઘટીને 3.5 ટકા અને 2025માં 2.9 ટકા થવાની ધારણા છે. વિશ્વ બેંકે જણાવ્યું હતું કે ભારતમાં ફુગાવો સપ્ટેમ્બર 2023 થી રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત બે-છ ટકાની રેન્જમાં રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો