વેપાર

ધાતુમાં મિશ્ર વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ બ્રાસ, ઝિન્ક, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપરની અમુક વેરાઈટીઓમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૨નો ઘટાડો આવ્યો હતો, જ્યારે નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ અને રૂ. ત્રણનો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતાં વિવિધ ધાતુઓના ભાવમાં મિશ્ર વલણ રહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button