પાવર અને મેટલ શૅરોમાં જોરદાર ધોવાણ
મુંબઇ: શેરબજાર ભારે અફડાતફડી વચ્ચેથી પસાર થઇ રહ્યું છે અને આ સપ્તાહે પણ વોલેટાલિટી ઊંચી રહેવાની ધારણા છે. ત્રીજી ઓક્ટોબર, ૨૦૨૩થી છઠી ઓક્ટોબર, ૨૦૨૩ દરમિયાનના સપ્તાહમાં ખાસ કરીને પાવર અને મેટલ શેરોમાં ભારે ધોવાણ નોંધાયું હતું. બીજી ઓક્ટોબર, ૨૦૨૩ના ગાંધી જંયતી નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. માર્કેટ કેપ રૂ.૩૧૯.૮૬ લાખ કરોડ રહ્યું હતું.
આઈપીઓ ૨.૭૯ ટકા અને એસએમઈ આઈપીઓ ૧.૨૬ ટકા વધ્યા હતા. ગ્રીનેક્સ ૦.૦૯ ટકા વધ્યો હતો અને કાર્બોનેક્સ ૦.૦૫ ટકા ઘટ્યો હતો. સેકટરલ ઈન્ડેક્સમાં કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૫૮ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૦૦ ટકા, આઈટી ૧.૮૦ ટકા, રિયલ્ટી ૧.૯૪ ટકા અને ટેક ૧.૪૨ ટકા વઘ્યા હતા, જ્યારે ઓટો ૧.૦૮ ટકા, બેન્કેક્સ ૦.૬૪ ટકા, એફએમસીજી ૦.૦૨ ટકા, હેલ્થકેર ૧.૫૧ ટકા, મેટલ ૨.૩૮ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૬૯ ટકા, પાવર ૨.૫૪ ટકા અને પીએસયુ ૧.૩૪ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી વધેલા પાંચ શેરોમાં બજાજ ફિનસર્વ ૫.૬૬ ટકા, ટાઈટન કંપની ૪.૮૮ ટકા, બજાજ ફાઈનાન્સ ૪.૩૮ ટકા, ઈન્ફોસિસ ૨.૯૪ ટકા અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ ૨.૪૭ ટકા વધ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી ઘટેલા પાંચ શેરોમાં એનટીપીસી ૪.૨૦ ટકા, એક્સિસ બેન્ક ૩.૫૮ ટકા, મારૂતિ સુઝુકી ઈન્ડિયા ૨.૯૨ ટકા, સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રિઝ ૨.૮૬ અને ટાટા સ્ટીલ ૨.૪૬ ટકા ગબડ્યો હતો. એ ગ્રુપની ૭૧૪ કંપનીઓમાં ૩૩૪ સ્ક્રિપ્સના ભાવ વધ્ય અને ૩૮૦ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા, બી ગ્રુપની ૯૯૦ સ્ક્રિપ્સમાંથી ૫૨૧ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૪૬૪ સ્ક્રિપ્સના ઘટ્યા અને ૫ સ્ક્રિપ્સના ભાવ સ્થિર રહ્યા હતા. સપ્તાહ દરમિયાન કરન્સી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. ૩૩,૫૬૨.૮૦ કરોડનું કુલ કામકાજ થયું હતું.