વેપાર અને વાણિજ્ય

સોનામાં ધીમો સુધારો, ચાંદી રૂ. ૨૫૬ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: અમેરિકા ખાતે આજે મોડી સાંજે થનારી જાન્યુઆરી મહિનાની ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો તેમ જ ચાંદીમાં પણ ભાવ વધી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦નો સુધારો આવ્યો હતો. જોકે, ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૫૬નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં ગઈકાલના વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫૬ના પ્રત્યાઘાતી ઘટાડા સાથે રૂ. ૭૦,૮૮૪ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે રોકાણકારો અને સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી છૂટીછવાઈ લેવાલી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦ વધીને રૂ. ૬૨,૧૦૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૧ વધીને રૂ. ૬૨,૩૫૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆતનો આરંભ ક્યારથી શરૂ કરશે તેનો આધાર ફુગાવાના ડેટા પર નિર્ભર રહે છે. આથી આજે મોડી સાંજે અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પર રોકાણકારોની નજર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ હોવા છતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ પર સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટી સુધી ઘટ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને અનુક્રમે ૨૦૨૩.૮૯ ડૉલર અને ૨૦૩૭.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકા ખાતે જાન્યુઆરી મહિનાનો ફુગાવો ડિસેમ્બરનાં ૩.૪ ટકા સામે ૨.૯ ટકા આસપાસ રહેવાની ધારણા રૉઈટર્સનાં વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૦૧૨ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરતાં રૉઈટર્સના ટેક્નિકલ એનાલિસ્ટ વૉન્ગ તાઉએ ઉમેર્યું હતું કે આ સપાટી તૂટતા ભાવ ઔંસદીઠ ૨૦૦૨ ડૉલર સુધી ઘટે તેવી શક્યતા નકારી ન શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress