વેપારશેર બજાર

Kotak Bank પર RBIની એક્શન, બજાર ખૂલતાંની સાથે જ શેર 10% તૂટ્યો

Kotak Bank Share Crash: કોટક મહિન્દ્રા બેંક પર RBIએ મોટી કાર્યવાહી કરી છે, ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા અને નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. RBIએ કહ્યું કે બેન્કે it સુરક્ષાને નિયમન કરવાના નિયમોનું પાલન નથી કર્યું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકના શેર તૂટ્યા હતા. શેરબજાર ખુલતાની સાથે જ બેંકના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો હતો. બુધવારે બજાર બંધ થયા પછી, સેન્ટ્રલ બેંકે બેંક સામે મોટી કાર્યવાહી કરી અને તેને નવા ગ્રાહકો ઉમેરવાથી રોકી દીધી અને તેને નવા ક્રેડિટ કાર્ડ આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો.

ગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત થતાં જ કોટક મહિન્દ્રા બેન્કનો શેર રૂ. 1675ના સ્તરે 9.08 ટકાના ઘટાડા સાથે ખૂલ્યો હતો અને માત્ર 5 મિનિટમાં જ ગગડીને 10 ટકા થયો હતો અને કોટક બેન્કનો શેર રૂ. 184 ઘટીને રૂ. 1658 પર આવી ગયો. આ પહેલા બુધવારે આ બેંકિંગ સ્ટોક ગ્રીન નિશાન પર બંધ થયો હતો.

બુધવારે શેરબજારમાં ટ્રેડિંગના અંતે કોટક મહિન્દ્રા બેન્કનો શેર 1.65 ટકા અથવા રૂ. 29.90ના ઉછાળા સાથે રૂ. 1,842.95 પર બંધ થયો હતો. પરંતુ રૂ. 3.66 લાખ કરોડની માર્કેટ કેપિટલાઇઝેશન (Kotak Mahindra Bank Market Cap) ધરાવતી આ બેન્કના શેર પર RBIના પગલાંની પ્રતિકૂળ અસર આજે જોવા મળી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button