વેપાર

સોનાના ભાવમા છેલ્લા અઠવાડિયામા થયો આટલો વધારો, જાણો લેટેસ્ટ ભાવ

મુંબઇ : યુએસ ટેરિફ વોરના પગલે વિશ્વભરના શેરબજારોમા અનિશ્ચચતાના માહોલ વચ્ચે સોના- ચાંદીના ભાવમાં એક અઠવાડિયામા વધારો નોંધાયો છે. સોનું રોકાણ માટે સલામત ગણવામા આવતું હોવાના પગલે તેની માગમા વધારો થયો છે. જેની સીધી અસર તેના ભાવ પર પડી છે. જેમા છેલ્લા એક અઠવાડિયામા 24 કેરેટ સોનાના ભાવમાં 5,010 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે 22 કેરેટ સોનાના ભાવમા એક અઠવાડિયામાં 4600 રૂપિયાનો વધારો થયો છે.

મુંબઈ- ચેન્નાઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 87,700 રૂપિયા

દેશમાં 10 ગ્રામ સોનાનો ભાવ 95,000 રૂપિયાથી ઉપર પહોંચી ગયો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 95,820 રૂપિયા છે. સોનું જેટલું મોંઘુ થઈ રહ્યું છે તેટલું જ તે સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહ્યું છે. દિલ્હીમાં, એક તરફ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 95,820 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 87,850 રૂપિયા છે. કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 87,700 રૂપિયા છે. આ ત્રણ મોટા શહેરોમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 95,670 રૂપિયા છે.

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,750 રૂપિયા છે

ભોપાલ અને અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 87,750 રૂપિયા છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 95,720 રૂપિયા છે. હૈદરાબાદમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ હાલમાં 87,700 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ 95,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.જયપુર, લખનૌ અને ચંદીગઢ ત્રણેય શહેરોમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 87,850 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 95,820 રૂપિયા છે.

આ પણ વાંચો: ઈક્વિટીની નુકસાની સરભર કરવા માટે વૈશ્વિક સોનાચાંદીમાં રોકાણકારોની ભારે વેચવાલી

સોનાના ભાવ ઘટી શકે છે

સોનાના આ વધતા ભાવને જોતા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કદાચ નજીકના ભવિષ્યમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે, પરંતુ નિષ્ણાતો સોનામાં રોકાણ કરનારાઓને થોડી ધીરજ રાખવા કહી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે સોનાનો ભાવ આગામી 6-10 મહિના સુધી 75,000 રૂપિયાના સ્તરે રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં સોનાનો પુરવઠો વધશે અને તેની માંગ ઘટશે.

ચાંદીનો ભાવ પણ વધ્યો

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આ દિવસોમાં વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં તેની કિંમતમાં 6,000 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં 1 કિલો ચાંદીનો ભાવ એક લાખ રૂપિયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button