વેપાર

શું સાચે બંધ થઈ રહી છે 500 રૂપિયાની નોટ? RBI શું કહે છે આ વિશે…

ભારતીય ચલણમાં રહેલી વધુમાં વધુ મૂલ્યની નોટ વિશે વાત કરીએ તો તે છે 500 રૂપિયાની નોટ. આ પહેલાં 2000 રૂપિયાની ગુલાબી નોટ ભારતીય ચલણની સૌથી વધુ મૂલ્ય ધરાવતી નોટ હતી, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2023માં આ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવામાં આવી હતી ત્યારથી 500 રૂપિયાની નોટ ભારતીય ચલણની સૌથી વધુ મૂલ્ય ધરાવતી નોટ બની ગઈ છે. હવે આ 500 રૂપિયાની નોટને લઈને જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે જાણી લેવા તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.

આવો જોઈએ શું છે આ સમાચાર…

500 રૂપિયાની નોટ દર થોડાક સમયે ચર્ચામાં રહે છે અને હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધીરે ધીરે આરબીઆઈ આ 500 રૂપિયાની નોટ બંધ કરવાની પેરવીમાં છે. આરબીઆઈ 500 રૂપિયાની નોટ પરની નિર્ભરતા ઓછી કરવાની દિશામાં આગળ વધી રહી છે. ડિજિટલ લેવડદેવડમાં તેજી, ઈ-રૂપી જેવી ડિજિટલ કરન્સીની તૈયારી અને કરન્સી પ્રિન્ટિંગ પર થનારા ખર્ચને ધ્યાનમાં લેતાં આરબીઆઈ 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટનું ચલણ વધારવાના પ્રયાસો કરી રહી છે.

આરબીઆઈએ દેશની તમામ બેંકોને આદેશ આપ્યા છે કે તેઓ સપ્ટેમ્બર, 2025 સુધી પોતાના 75 ટકા એટીએમમાં 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટનું ચલણ વધારે. આ આદેશને નિષ્ણાતો એ વાત સાથે જોડી રહ્યા છે કે આરબીઆઈ 500 રૂપિયાની નોટ ધીરે ધીરે ચલણમાંથી બહાર કાઢશે. અત્રે ઉલ્લેખની છે કે આ પહેલાં આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરી હતી.

વાત કરીએ આરબીઆઈની નોટ છાપવાની કિંમત વિશે તો દરેક નોટ છાપવા માટે સરકારને ખર્ચ આવે છે. એમાં પણ ખાસ કરીને મોટા મૂલ્યની નોટનું છાપકામ અને લોજિસ્ટિક્સ વધારે મોંઘું હોય છે. આ જ કારણ છે કે આરબીઆઈ હવે નાના મૂલ્યની નોટ તરફ ઝૂકી રહ્યું છે. નાની નોટનું સર્ક્યુલેશન ખૂબ જ સરળ હોય છે અને લોકોની જરૂરિયાતને અનુકૂળ પણ છે. આ પણ એક કારણ હોઈ શકે કે આરબીઆઈ 500 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરી શકે છે.

જોકે, આ બાબતે આરબીઆઈ દ્વારા હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ પહેલી વખત નથી કે 500 રૂપિયાની નોટ બંધ થવાના અહેવાલો કે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હોય. આ પહેલાં પણ આવું અનેક વખત થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો…500 રૂપિયાની નોટે વધાર્યું RBIનું ટેન્શન, તમારી પાસે પણ તો નથીને આવી નોટ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button