મ્યુચ્યુઅલ ફંડના રિસ્ક મેઝર્સ સ્કોર્સમાં આઇપ્રુ ટોચ પર

મુંબઇ: મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના ફંડની કામગીરી ચકાસનારા રિસ્ક મેઝર્સના વિવિધ પરિમાણોમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડનો રેશિયો ટોચના ક્રમે રહ્યો છે. કોઈપણ મ્યુચ્યુઅલ ફંડના વિશ્ર્લેષણમાં સૌથી મહત્વપૂર્ણ પાસું વિવિધ સમયગાળા દરમિયાન સ્કીમે નોંધાવેલું વળતર હોય છે. આ બાબતમાં રોલિંગ રિટર્ન ઉપયોગી રહે છે. ઉદાહરણ તરીકે, દસથી પંદર વર્ષના સમયગાળામાં ફંડના 5ાંચ વર્ષના રોલિંગ રિટર્નનો ઉપયોગ સરેરાશ, મધ્ય, લઘુત્તમ અને મહત્તમ વળતર તે સમયમર્યાદાના પ્રમાણને માપવા માટે કરી શકાય છે. આ ઉપરાંત બીજું એક મહત્વપૂર્ણ પાસું તે વળતર પ્રાપ્ત કરવા માટે લેવામાં આવેલું જોખમ છે, જે માપવા માટે ઘણા મુખ્ય જોખમ ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મુખ્ય પરિમાણો શાર્પ, સોર્ટિનો અને ટ્રેનોર રેશિયો છે.
અન્ય કેટલાક મહત્વપૂર્ણ માપદંડો જેન્સનનો આલ્ફા અને અપ ડાઉન કેપ્ચર રેશિયો છે.આ મેટ્રિક્સમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મલ્ટી-એસેટ ફંડ સૌથી ટોચના સ્થાને છે, તેનો શાર્પ રેશિયો 0.63 છે, જે શ્રેણીમાં સૌથી વધુ છે. કેટેગરીની સરેરાશ 0.42 છે. તેનો અપ ડાઉન કેપ્ચર 4.70 છે, જે કેટેગરી સરેરાશ કરતા બમણાથી વધુ છે. આ જ રીતે અન્ય તમામ મેટ્રિક્સમાં આ ફંડ ટોચના ક્રમે છે. આ પછીના ક્રમમાં યુટીઆઇ મલ્ટિ એસેટ એલોકેશન, નિપ્પોન ઇન્ડિયા મલ્ટિ એસેટ એલોકેશન, એસબીઆઇ મલ્ટિ એસેટ એલોકેશન, એચડીએફસી મલ્ટિ એસેટ, મિરાઇ એસેટ મલ્ટિ એસેટ એલોકેશન, બરોડા બીએનપી પારિબા મલ્ટિ એસેટ એસેટ, ટાટા મલ્ટિ એસેટ સહિતના ફંડોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…અનિલ અંબાણીની આ કંપનીએ ચૂકવી યસ બેંકની સંપૂર્ણ લોન, શેરના ભાવમાં આવ્યો ઉછાળો