ભારતીય શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 130 પોઇન્ટનો ઘટાડો | મુંબઈ સમાચાર

ભારતીય શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 130 પોઇન્ટનો ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારની આજે સપ્તાહના બીજા દિવસે પણ ઘટાડા સાથે શરુઆત થઈ છે. જેમાં સેન્સેક્સમાં 130.09 પોઈન્ટના ઘટાડા સાથે 80760. 93 પર ટ્રેડ થઈ રહ્યો છે. જયારે નિફ્ટી પણ 19.55 પોઈન્ટના ઘટાડા સાથે 24661 પર ટ્રેડ થઈ રહ્યો છે. જયારે શરુઆતના શરૂઆતના તબક્કામાં ઓએનજીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, મારુતિ સુઝુકી, એચસીએલ ટેક, જીયો ફાઇનાન્શિયલમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ, શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, ટાટા સ્ટીલ,આઈસીઆઈસીઆઈ બેંકના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

એશિયન બજારોમાં મિશ્ર વલણ

જયારે એશિયન બજારો મિશ્ર વલણ જોવા મળ્યું. ટોક્યોના નિક્કી 225 ઇન્ડેક્સમાં 0.86 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જયારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.09 ટકા ઘટીને 25,287.00 ચીનના શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.08 ટકાનો ઘટાડો થયો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.54 ટકા વધીને 3,226.51 પર બંધ થયો છે.

અમેરિકન શેરબજારમાં તેજી

અમેરિકન શેરબજારમાં સોમવારે તેજી જોવા મળી. જેમાં ડાઉ જોન્સમાં 75. 95 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. જયારે નાસ્ડેકમાં 70.27 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. જયારે એસએન્ડપી 500 માં 1.13 નો વધારો થયો છે.

આ પણ વાંચો….ભારતીય શેરબજારની નબળી શરુઆત, સેન્સેકસ નિફ્ટીમાં ઘટાડો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button