ટોપ ન્યૂઝવેપારશેર બજાર

શેરબજારની ઠંડી શરૂઆત, આ સેક્ટરર્સના શેરોમાં ઉછાળો

મુંબઈ: આજે ગુરુવારે સતત બીજા દિવસે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત (Stock market opening) થઇ છે. પ્રારંભિક તબક્કામાં સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંને ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા છે. શરૂઆતના ટ્રેડીંગમાં સેન્સેક્સ 57.52 પોઈન્ટ વધીને 80,291.59 પર અને નિફ્ટી 26.70 પોઈન્ટ વધીને 24,301.60 પર ટ્રેડ થઇ રહ્યો હતો. જાણકારોને આશા છે કે ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ સેટલમેન્ટને કારણે શેરોમાં વોલેટિલિટીમાં વધારો થશે.

આ શેર્સમાં મૂવમેન્ટ જોવા મળી:
સેક્ટર્સની વાત કરીએ તો આજે ટ્રેડિંગની શરૂઆતમાં રિયલ્ટી, એફએમસીજી અને મીડિયામાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે આઈટી ઈન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી પર અદાણી એન્ટરપ્રાઈઝ, એચડીએફસી લાઈફ, અદાણી પોર્ટ્સ, એચયુએલ, કોલ ઈન્ડિયામાં મોટો ઉછાલો જોવા મળ્યો છે, જ્યારે આઈશર મોટર્સ, એમએન્ડએમ, ઈન્ફોસીસ, સિપ્લા, ટ્રેન્ટના શેરોમાં ઘટડો થયો ચેહ. BSE મિડકેપ ઇન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.


Also read: Stock Market : શેરબજારમાં બે દિવસની તેજી બાદ ઘટાડો, સેન્સેકસમાં 98 પોઇન્ટનું ગાબડું


નોંધ: આ માહિતીને આધારે શેરબજારમાં રોકાણ કરવું નહીં, મુંબઈ સમાચાર કોઈ પણ નુકશાન માટે જવાબદાર રહેશે નહીં. રોકાણ માટે નાણકીય સલાહકારોની સલાહ લો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button