આગામી બે મહિનામાં છ લાખ કરોડ રૂપિયા આ કામમાં ઉડાવશે ભારતીયો
ઓક્ટોબર મહિનો શરૂ થયો છે અને આ સાથે સાથે જ શરૂ થઈ ગઈ તહેવારોની સિઝન. નવરાત્રિ, દિવાળીની ફેસ્ટિવ સિઝન પૂરી થશે એટલે શરૂ થશે વેડિંગ સિઝન. આ વેડિંગ સિઝનને લઈને જ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આવો જોઈએ શું છે આ રિપોર્ટ…
હાલમાં જ બહાર પડેલાં એક રિપોર્ટ અનુસાર આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર એમ બે મહિનામાં આશરે 48 લાખ લગ્ન થશે અને આ લગ્નમાં આશરે છ લાખ કરોડ રૂપિયાની ઉથલપાથલ થશે. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ વર્ષની વેડિંગ સિઝનથી ભારતીય અર્થવ્યવસ્થા અને વેપારીઓને જોરદાર નફો થશે. વેપારીઓ એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે લોકો લગ્નમાં મોટા ભાગે ભારતીય ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવશે.
| Also Read: નિફ્ટી ૨૫,૮૦૦ની નીચે સરક્યો, સેન્સેક્સ ગબડ્યો, સ્મોલ કૅપ શૅરોમાં ફરી ચમકારો
આ વખતે 12મી નવેમ્બરથી વેડિંગ સિઝન શરૂ થશે અને કન્ફેડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રિપોર્ટ અનુસાર દર વર્ષે વેડિંગ સિઝનમાં ગૂડ્સ અને સર્વિસેઝ રિટેલ સેક્ટરમાં આશરે 5.9 લાથ કરોડનો વેપાર થાય છે. ગયા વર્ષે લાખ લગ્ન થયા હતા અને 4.25 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. 2023માં લગ્નના 11 મુહૂર્ત હતા, જ્યારે આ વર્ષે 18 મુહૂર્ત છે. જેને કારણે આ વખતે બિઝનેસ પણ વધશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કેટ અનુસાર એકલા દિલ્હીમાં જ આ સિઝનમાં 4.5 લાખ લગ્નો યોજાશે અને 1.5 લાખ કરોડનો બિઝનેસ થશે.
| Also Read: Gold Price Today : સોના -ચાંદીના ભાવમાં થયો બદલાવ, જાણો લેટેસ્ટ ભાવ
વાત કરીએ તો આ વખતના મુહૂર્તની તો આ વખતે 12મી નવેમ્બરથી 16મી ડિસેમ્બર સુધી લગ્નના મુહૂર્ત છે. જેમાં નવેમ્બરમાં 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28 અને 29 એમ મુહૂર્ત છે. જ્યારે ડિસેમ્બરમાં 4,5,9,10, 11,14,15 અને 16 એમ મુહૂર્ત છે. ત્યાર બાદ આશરે એકાદ મહિના સુધી લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી અને ત્યાર બાદ જાન્યુઆરી, 2025થી મધ્ય માર્ચ સુધી લગ્નના મુહૂર્ત રહેશે