વેપાર
ફાર્મા ક્ષેત્રમાં વપરાતા રસાયણ પર 30 સપ્ટેમ્બર, 2026 સુધી આયાત નિયંત્રણો

નવી દિલ્હીઃ તાજેતરમાં સરકારે ફાર્મા ઉદ્યોગમાં વાપરવામાં આવતા રસાયણોની આયાત પર આગામી 30મી સપ્ટેમ્બર, 2026 સુધી નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાનું એક નોટિફિકેશનમાં જણાવાયું છે.
ગઈકાલે મોડી સાંજે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે એટીએસ 8 (4આર-સીઆઈએસ)-1 ડાઈમેથીલિથીલ-6-સાયનોમિથિલ-2 2-ડાયમિથિલ-1 3-ડાયોક્સેન-4-એસેટેટના કિલોદીઠ 111 ડૉલર કરતાં ઓછા સીઆઈએફ (કોસ્ટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ફ્રેઈટ)મૂલ્યની આયાતને તાત્કાલિક ધોરણે અમલી બને તેમ નિયંત્રિત કરવામાં આવી છે.
જોકે, એડવાન્સ ઑથોરાઈઝેશન હોલ્ડર, નિકાસલક્ષી એકમો અને સોશિયલ ઈકોનોમિક ઝોન દ્વારા આયાત થતાં આ ઈનપૂટ્સને લઘુતમ આયાત ભાવમાંથી શરતી મુક્તિ આપવામાં આવી હોવાનું નોટિફિકેશનમાં ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ રસાયણની આયાત ચીન જેવા દેશોથી થઈ રહી હતી.