સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

મુંબઈ : દેશમાં સોનાના ભાવમાં સતત ફેરફાર થઇ રહ્યો છે. જેમાં મંગળવારે 24 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પણ 89,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. હાલ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 97,680 રૂપિયા છે. જ્યારે ચાંદીમાં તેજી જોવા મળી છે અને તે હવે 1,08,100 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,540 રૂપિયા
મુંબઈમાં 24 કેરેટ સોનો ભાવ 97,680 રૂપિયામાં છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,690 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 97,830 રૂપિયા છે. બેંગલુરુમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,540 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનો ભાવ 97,680 રૂપિયા છે.
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,540 રૂપિયા
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,540 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 97,680 રૂપિયા છે. જ્યારે પુણેમાં, 22 કેરેટ સોનાનો ભાવ 89,540 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનો ભાવ 97,680 રૂપિય છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 89,540 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનું 97,730 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
વૈશ્વિક ઉથલપાથલની પણ સોનાના ભાવ પર સીધી અસર
ઉલ્લેખનીય છે કે, સોનાના ભાવ ઘણા પરિબળો દ્વારા નક્કી થાય છે. આમાં વિનિમય દર ડોલરના ભાવમાં વધઘટ, ક્રૂડ તેલ અને કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. ભારતમાં સોનાને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. દેશમાં કોઈપણ લગ્ન કે તહેવારમાં સોનાની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશ્વિક ઉથલપાથલની પણ સોનાના ભાવ પર સીધી અસર પડે છે.