સોનાએ વર્ષ 2025માં રોકાણકારોને આપ્યું 73. 45 ટકા , જાણો નવા વર્ષે કેવી રહેશે ચાલ

દિલ્હી : વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સોનાના ભાવના વિક્રમી વધારો થયો છે. દિલ્હીના બુલિયન બજારમાં 31 ડિસેમ્બર, 2025ના રોજ સોનાનો ભાવ 1,37,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જ્યારે 1 જાન્યુઆરી, 2026 ના રોજ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,38,340 રૂપિયા પર પહોંચી ગયો હતો. જ્યારે શુક્રવાર અને 9 જાન્યુઆરીના રોજ, દિલ્હીના બુલિયન બજારમાં સોનાના ભાવ 1,200 રૂપિયા વધીને 1,41,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા ઉચ્ચતમ સ્તર પર બંધ થયા. જે ગર વર્ષની સરખામણીના સોનાના ભાવમાં અત્યાર સુધીમાં 3 ટકાનો વધારો દર્શાવે છે.
સોનાના ભાવમાં 20 થી 25 ટકા વધારાની શક્યતા
આ અંગે નિષ્ણાતોના મતે ભૂ-રાજકીય તણાવ અને યુએસ ડેટા વચ્ચે સલામત રોકાણ તરીકે સોનાની માંગ વધતી રહેશે. જેના કારણે ભાવમાં વધુ વધારો થશે. આ વર્ષે સોનાના ભાવ ગયા વર્ષની જેમ નહીં વધે. જોકે, તેમણે કહ્યું કે આ વર્ષે સોનાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થઈ શકે છે અને તે 10 ગ્રામ દીઠ 1,65,000 થી 1,75,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. તેમજ સોનાનો ભાવ લગભગ 35,000 રૂપિયા સુધી વધી શકે છે.
રોકાણકારો વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સતર્ક
આ ઉપરાંત હાલમાં રશિયા યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાના અમેરિકાના વેનેઝુએલા પર કરેલા કબજા બાદ હવે આખી દુનિયાની નજર અમેરિકાના ઈરાન સામેના પગલાં પર છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિશે ઘણી ચેતવણીઓ આપી છે અને રોકાણકારો આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. આ સાથે જ ટ્રમ્પના ટેરિફ લાદવાના નિર્ણયો પર અમેરિકાની સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા રોકાણકારો ખાસ ઘટનાઓ અને અનુમાનિત વધઘટના જોખમોથી બચવા માટે સતર્ક બન્યા છે.


