નિકાસ ૬.૭ ટકા વધીને ૩૫ અબજ ડોલરના સ્તરે, આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો | મુંબઈ સમાચાર
વેપાર

નિકાસ ૬.૭ ટકા વધીને ૩૫ અબજ ડોલરના સ્તરે, આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો

નવી દિલ્હી: ટેરિફ વોર અને જીઓપોલિટિકલ ટેન્શનને કારણે વાતાવરણ ડહોળાયું હોવા છતાં સરકારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ભારતની નિકાસ ઓગસ્ટમાં ૬.૭ ટકા વધીને ૩૫.૧ અબજ ડોલરના સ્તરે પહોંચી હતી, જ્યારે આયાત ૧૦.૧૨ ટકા ઘટીને ૬૧.૫૯ અબજ ડોલર નોંધાઇ હતી.

ગયા વર્ષે ઓગસ્ટમાં નિકાસ ૩૨.૮૯ અબજ ડોલર હતી અને આયાત ૬૮.૫૩ અબજ ડોલર હતી. ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન વેપાર ખાધ ૨૬.૪૯ અબજ ડોલર હતી જે એક વર્ષ પહેલાના મહિનામાં ૩૫.૬૪ અબજ ડોલર હતી.

એપ્રિલ-ઓગસ્ટ ૨૦૨૫-૨૬ દરમિયાન, નિકાસ ૧૮૪.૧૩ અબજ ડોલર હતી, જ્યારે આયાત ૩૦૬.૫૨ અબજ ડોલર હતી. પત્રકારોને ડેટા અંગે માહિતી આપતા વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને વેપાર નીતિની અનિશ્ર્ચિતતા હોવા છતાં, ભારતના નિકાસકારોએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button