ટીન, બ્રાસ, ઝિન્ક અને કોપરની ચોક્કસ વેરાઈટીઓમાં સુધારો
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને બ્રાસ, કોપર વાયરબાર, ઝિન્ક સ્લેબ અને ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૯નો સુધારો આવ્યો હતો, જ્યારે નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને કોપર આર્મિચરમાં નિરસ માગે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૧ અને રૂ. એકનો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૯ વધીને રૂ. ૨૧૧૨, રૂ. પાંચ વધીને રૂ. ૪૬૮ અને રૂ. ચાર વધીને રૂ. ૪૯૭ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટીને રૂ. ૧૫૯૭ અને કોપર આર્મિચરમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. ૬૭૭ના મથાળે રહ્યા હતા.