વેપાર

ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. એકથી પાંચનો સુધારો આવ્યો હતો. તેમ જ તેની આગેવાની હેઠળ કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમની અમુક વેરાઈટીઓ, લીડ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી પાંચનો સુધારો આવ્યો હતો. જોકે, આજે નિરસ માગે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર કેબલ સ્ક્રેપમાં નિરસ માગે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. બે અને રૂ. એકનો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન, નિકલ અને બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૯ વધીને રૂ. ૨૭૦૦, રૂ. પાંચ વધીને રૂ. ૧૩૬૦ અને રૂ. પાંચ વધીને રૂ. ૫૫૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૨૬૨, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૨૨૭ અને કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર, કોપર વાયરબાર અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૭૭૮, રૂ. ૭૬૭, રૂ. ૮૧૮ અને રૂ. ૧૯૧ના મથાળે રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે