આયાતી તેલમાં નરમાઈ, સરસવ તેલમાં રૂ. 10નો સુધારો | મુંબઈ સમાચાર
વેપાર

આયાતી તેલમાં નરમાઈ, સરસવ તેલમાં રૂ. 10નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 51 સેન્ટનો ઘટાડો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા. તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ પંચાવન રિંગિટ ઘટી આવ્યા હતા.

આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક સ્તરે ભાવઘટાડાના માહોલમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર ખપપૂરતા રહેતાં આયાતી તેલમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હતું, જેમાં 10 કિલોદીઠ આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં અનુક્રમે રૂ. 10 અને રૂ. પાંચ ઘટી આવ્યા હતા. જોકે, આજે દેશી તેલમાં એકમાત્ર સરસવમાં મથકો પરના પ્રોત્સાહક અહેવાલે ભાવ 10 કિલોદીઠ રૂ. 10 વધી આવ્યા હતા.

આપણ વાચો: સોયાબીનના ભાવ ટેકાના કરતાં નીચી સપાટીએ છતાં ઑગસ્ટમાં સોયાતેલની આયાત મોસમની ટોચ પર

આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ઑક્ટોબર મહિનામાં મલયેશિયાની પામતેલની નિકાસ આગલા સપ્ટેમ્બર મહિનાના 15,58,247 ટન સામે 5.19 ટકા વધીને 16,39,089 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું.

વધુમાં ઈન્ડોનેશિયાએ આગામી નવેમ્બર મહિનાની નિકાસ માટે ક્રૂડ પામતેલના રેફરન્સ રેટ વર્તમાન ઑક્ટોબર મહિનાના ટનદીઠ 93.61 ડૉલર સામે સાધારણ વધારીને 963.75 ડૉલર નિર્ધારિત કર્યા હોવાના અહેવાલ હતા.

આપણ વાચો: પામોલિન અને સોયાતેલમાં નરમાઈ

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1240, સોયા રિફાઈન્ડના રૂ. 1230 અને સન રિફાઈન્ડના રૂ. 1485, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1245, પતંજલિ ફૂડ્સના પાતાળગંગાથી ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1273 અને જી-વનના આરબીડી પામોલિન તથા સોયા રિફાઈન્ડના અનુક્રમે રૂ. 1255 અને રૂ. 1245 ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, વેપારો છૂટાછવાયા રહ્યા હતા.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1265, સોયા રિફાઈન્ડના રૂ. 1265, સન રિફાઈન્ડના રૂ. 1480, સિંગતેલના રૂ. 1415, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1300 અને સરસવના રૂ. 1505ના મથાળે રહ્યા હતા તેમ જ ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2205માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1375માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button