વેપાર

પેટીએમ સામે હેરાફેરીના વધુ આરોપ મળશે તો ઇડી તપાસ શરૂ થવાની સંભાવના

નવી દિલ્હી: પેટીએમ પર પસ્તાળ વધતી જ જાય છે. કેન્દ્રીય મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે આરબીઆઇની તપાસમાં પેટીએમ પેમેન્ટસ બેન્કની સામે મની લોન્ડરિંગ અથવા તો ફંડની હેરાફેરીના નવા આરોપ મળશે તો તેની કાયદા મુજબ તપાસ કરવામાં આવશે. આમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની પણ મદદ લેવામાં આવી શકે છે.

પેટીએમ વોલેટ અને તેના સહયોગી પેમેન્ટ્સ બેન્કની વચ્ચે કરોડો રૂપિયાની શંકાસ્પદ લેવડદેવડના કારણે જ દેશની બજાર નિયામક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા ૨૯મી ફેબ્રુઆરી બાદ કંપનીને બેન્કિંગ કામકાજ અટકાવી દેવા માટે આદેશ કરવામા આવ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જે પણ પેટીએમના શેરમાં થઇ રહેલા ભારે ઘટાડા વચ્ચે તેની દરરોજની નીચલી સર્કિટ લિમિટને ઘટાડી દીધી છે. નવી લિમિટ ૧૦ ટકા કરવામાં આવી છે. જે હજુ સુધી ૨૦ ટકા હતી. એટલે કે શેર ૧૦ ટકા ઘટી જવાની સ્થિતિમાં લોઅર સર્કિટ લાગી જશે.

રિઝર્વ બેન્ક દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ વન ૯૭ પેમેન્ટ બેન્ક પર લગાવવામાં આવ્યો છે. વન-૯૭ તેની ઘણી સેવાઓ આ બૅન્ક દ્વારા જ પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, વન૯૭ પેમેન્ટ્સ બેન્ક દ્વારા ઉપલબ્ધ સેવાઓ ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ પછી બંધ થઈ જશે, જ્યારે અન્ય સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. પેટીએમ તેની યુપીઆઇ સેવા ફક્ત પેટીએમ પેમેન્ટ બેન્ક દ્વારા જ પૂરી પાડે કરે છે. તેથી, જો અન્ય બેંકો સાથે કોઈ જોડાણ ન હોય તો યુપીઆઇ સેવા પણ ૨૯ ફેબ્રુઆરી પછી બંધ થઈ જશે. પેટીએમએ જણાવ્યું છે કે તે આ અંગે એનપીએસઆઇ અને રિઝર્વ બેન્ક બંને સાથે ચર્ચા કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button