
નવી દિલ્હીઃ દેશમાં 375 ચીજો પરનાં જીએસટીનાં દરમાં કરવામાં આવેલા ઘટાડાથી આમ જનતાને ઘરેલુ ધોરણે રાજકોષીય નીતિવિષયક ટેકો મળતાં વપરાશી માગની વૃદ્ધિને પ્રેરકબળ મળશે, જોકે, તેની સામે સરકારની મહેસૂલી આવકમાં ઘટાડો થશે, એમ અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝે આજે જણાવ્યું હતું.
હાલમાં ભારત અમેરિકી ઊંચા ટૅરિફ જેવા બાહ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે સરકારે જીએસટીના અસરકારક દરમાં કરેલા ઘટાડાને કારણે ખાનગી વપરાશ પ્રોત્સાહિત થવાની શક્યતા છે અને આર્થિક વૃદ્ધિને પણ ટકો મળશે, એમ મૂડીઝે એક અહેવાલમાં જણાવ્યું છે.
આપણ વાંચો: ભારતીય અર્થતંત્ર માટે ‘જીએસટી બૂસ્ટ’, 6-7% રેવન્યુ ગ્રોથની સંભાવનાનો દાવો
ગત સપ્તાહે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટીનાં દરને માત્ર પાંચ ટકા અને 18 ટકાની શ્રેણીમાં વર્ગિકૃત કરવાને મંજૂરી આપવામાં આવી હતી. તેમ જ તંબાકુ અને તેને લગતા ઉત્પાદનો અને અલ્ટ્રા લક્ઝરી ચીજો પર 40 ટકા વિશેષ જીએસટીને પણ મંજૂરી આપવામાં આવી હતી.
જોકે, તંબાકુ અને તેને લગતા ઉત્પાદનો સિવાય પરનાં નવાં જીએસટીના દર આગામી 22મી સપ્ટેમ્બરથી અમલી થશે, જ્યો તંબાકુ અને તેને લગતા ઉત્પાદનો પર આગામી 31મી ડિસેમ્બર સુધી 28 ટકા જીએસટી અને કોમ્પેન્શેસન સેસ અમલી રહેશે.
ગત ફેબ્રુઆરીમાં સરકારે આવકવેરાની મર્યાદામાં વધારો કર્યો હોવાથી ઘણાં મધ્યમવર્ગના કરદાતાઓ વેરાની પરિમિતિમાંથી બહાર થયા છે અને ઘણાં કરદાતાઓનાં કરવેરામાં ઘટાડો થતા સામાન્ય જનતાને રાજકોષીય નીતિવિષયક લાભ ટેકો મળ્યો છે.
આપણ વાંચો: જીએસટીમાં રાહત બાદ સરકાર નિકાસ પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં
ત્યાર બાદ સરકારે જીએસટીના દરમાં ઘટાડો કરતાં જનતાને વધુ ટેકો મળ્યો છે. આ બન્ને સુધારા થકી ઘરગથ્થું વપરામાં વધારો થશે, જે જીડીપીનો 61 ટકા જેટલો હિસ્સો બહોળો હિસ્સો ધરાવે છે.
જીએસટીનાં વેરા માળખામાં ગુડ્સ અને સર્વિસીસનાં સરેરાશ વેરાના દર નીચા રાખવાની સાથે ઊંચા વેરાનો દર દૂર કરવામાં આવ્યા છે અને ઘણી ચીજો પરથી જીએસટી પાછો ખેંચવામાં આવ્યો છે.
આમ ભાવનું સ્તર નીચે જવાથી ફુગાવો પણ અંકુશિત રહેશે, એમ અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે સરકારના આ પગલાંથી ગત નાણાકીય વર્ષ 2024ની સરખામણીમાં સરકારની આવકમાં અંદાજે રૂ. 48000 કરોડ (5.4 અબજ ડૉલર)નો ઘટાડો થશે.
આપણ વાંચો: જીએસટીના દરમાં ફેરફારથી મોંઘવારીમાં પણ થશે ઘટાડો, જાણો વિગતે
ગત ફેબ્રુઆરી મહિનામાં જાહેર થયેલા અંદાજપત્રના પ્રસ્તાવોમાં વર્તમાન નાણાકીય વર્ષ માટેના આવક વેરાલક્ષી સુધારા અને જીએસટીનાં દરમાં ઘટાડાને કારણે સરકારની મહેસૂલી આવકમાં ઘટાડો થશે, એમ મૂડીઝે અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ચાર મહિનામાં સરકારની મહેસૂલી આવકમાં વર્ષાનુવર્ષ ધોરણે માત્ર 0.8 ટકાનો વધારો થયો છે. જે નાણાકીય વર્ષ 2024-25નાં સમાનગાળામાં જોવા મળેલા 21.3 ટકા કરતાં ઘણો ઓછો છે.
વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં અથવા તો પહેલા ચાર મહિનામાં કેન્દ્ર સરકારના ખર્ચમાં 20.2 ટકાનો વધારો થયો છે હોવાથી કેન્દ્ર સરકારની ખાધ જે ગત સાલના સમાનગાળામાં 2.8 ટ્રિલ્યન ડૉલરની હતી તેની સામે વધીને 4.7 ટ્રિલિયનની સપાટીએ રહી છે.
વાસ્તવમાં આ ખર્ચમાં વધારો મુખ્યત્વે વર્ષ 2024-25નાં મૂડીગત ખર્ચ પેટેનો વધુ હોવાથી આગામી બે ત્રિમાસિકગાળામાં મૂડીગત ખર્ચમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ફિસ્કલ કોન્સોલિડેશનનો તબક્કો જોવા મળે તેવી શક્યતા અહેવાલમાં વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે ભારતમાં અત્યારે સરકારી દેવાનું સ્તર એટલું ઊંચુ છે કે નવું દેવુ વધારવાની ક્ષમતા ખૂબ નબળી પડી