Good News : દેશમાં GST કલેક્શનમાં 8. 5 ટકાનો વધારો, આટલા કરોડે પહોંચ્યું
નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર માટે એક સારા સમાચાર છે. જેમાં નવેમ્બર 2024માં ભારતનું જીએસટી( GST Collection )કલેક્શન 8.5 ટકા વધીને રૂપિયા 1.82 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નવેમ્બરના આ કલેક્શનથી એપ્રિલથી નવેમ્બર સુધી કુલ જીએસટી કલેક્શન રૂપિયા 14.57 લાખ કરોડ રૂપિયા થયું છે.
ઓક્ટોબરમાં પણ રેકોર્ડ કલેક્શન થયું હતું
છેલ્લા મહિનામાં એટલે કે ઓક્ટોબર 2024માં પણ જીએસટી કલેક્શનમાં 8.5 ટકાનો વધારો નોંધાયો હતો. ઓક્ટોબર માટે કુલ કલેક્શન રૂપિયા 1.87 લાખ કરોડ હતું. જે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન હતું. સ્થાનિક વેચાણમાં વધારાનો આમાં મહત્વનો ફાળો હતો.
Also read: ચિંતાનો વિષયઃ એક તરફ જીડીપી પટકાયો, બીજી બાજુ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ પણ નબળો…
અર્થતંત્રમાં માંગ અને વપરાશ વધી રહ્યો છે.
જીએસટી કલેક્શનમાં વધારો થવાથી સરકારને વિકાસ કાર્યોમાં વધુ રોકાણ કરવાની તક મળે છે. આનાથી રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સેવાઓમાં સુધારો કરવામાં મદદ મળી શકે છે. તેમજ અર્થતંત્રમાં માંગ અને વપરાશ વધી રહ્યો છે. આ પણ કંપનીઓના વેચાણ અને સેવાઓમાં વૃદ્ધિનો પુરાવો છે. જો કે, જીએસટી કલેક્શનમાં વધારો એ મોંઘવારીનો સંકેત પણ હોઈ શકે છે. ઘણી વખત કંપનીઓ ટેક્સનો બોજ ગ્રાહકો પર નાખે છે જેનાથી ભાવ વધે છે.
Also read: ડૉલરમાં મજબૂતાઈ અને નફારૂપી વેચવાલીએ વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીમાં પીછેહઠ
જીએસટી દર 12 ટકા થી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ
તાજેતરમાં, જીએસટી કાઉન્સિલના પ્રધાનોના જૂથે આરોગ્ય વીમા પ્રીમિયમ પર જીએસટી નાબૂદ કરવા અને અન્ય દરોમાં ફેરફાર અંગેનો પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. જેસલમેરમાં 21મી ડિસેમ્બરે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. મોટા સંભવિત ફેરફારો વિશે વાત કરીએ તો, આરોગ્ય અને જીવન વીમા પર જીએસટી દૂર કરવા અથવા દર ઘટાડવા અંગે વિચારણા કરી શકાય છે. આ સિવાય ઘણી રોજિંદી વસ્તુઓ પર જીએસટી દર 12 ટકા થી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ છે.